ધ્રાંગધ્રાના જીવા ગામ પાસેથી દારૂ ભરેલી ટ્રક સાથે 3 ઝડપાયા

ત્રણ શખસ ભાગી જતાં શોધખોળ: 7 લાખના દારૂ સહિત રૂા.17 લાખનો મુદ્દામાલ કબજે
ધ્રાંગધ્રા, તા.18: ધ્રાંગધ્રા તાલુકાના જીવા ગામ પાસેથી એલસીબીએ બાતમીના આધારે દરોડો પાડી વિદેશી દારૂની 150 પેટી ભરેલા ટ્રક સહિત કુલ રૂા.17.38 લાખના મુદ્દામાલ સાથે પોલીસે ત્રણ શખસોની ધરપકડ કરી હતી. ધ્રાંગધ્રા હાઇવે પર આવેલા જીવા ગામની સીમમાં ટ્રકમાં દારૂ લઇ જતો હોવાની બાબતીના આધારે પીઆઇ ઢાલ, સંજય પાઠક, કુલદિપસિંહ ઝાલા, હિતેશભાઇ જોગરાણા સહિતે ઘટનાસ્થળે પહોંચી દરોડા પાડતાં નાસભાગ મચી ગઇ હતી. પોલીસે તપાસ કરતાં ત્યાંથી રૂા.7.20 લાખની કિંમતનો અંગ્રેજી દારૂની 1800 બોટલ મળી આવતા દારૂ, 3 મોબાઇલ રોકડ અને ટ્રક મળી કુલ રૂા.17.38 લાખનો મુદ્દામાલ કબજે કરી રમેશ લવજીભાઇ પરમાર (રહે. ધોલેરા, જી.બનાસકાંઠા), વિક્રમસિંહ જગદીશચંદ્ર રાજપુત (રહે. હરિયાણા) અને મયુરસિંહ ભીખુભા જાટ (રહે.જીવા ગામ, તા.ધ્રાંગધ્રા)ને ઝડપી લીધા હતાં. જ્યારે પ્રદિપસિંહ ચંદુભા ઝાલા (રહે જીવાગામ), બલજીતસંગ જાટ (રહે.હરિયાણા) અને અન્ય એક શખસ મળી ત્રણ ભાગી જતાં તમામની સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer