ત્રીજા દિવસે 1521 વાહનચાલક દંડાયાં

ત્રીજા દિવસે  1521 વાહનચાલક દંડાયાં
ટ્રાફિક શાખા દ્વારા સતત ત્રીજા દિવસે વાહન ચેકીંગ કરાયું હતું. જુદી જુદી 11 ટીમ દ્વારા આજી ડેમ, સોરઠિયાવાડી, ગુંદાવાડી, હુડકો કવાર્ટર્સ,  ભકિતનગર સર્કલ સહિતના વિસ્તારમાં વાહન ચેકીંગ કરીને હેલ્મેટ, સીટબેલ્ટ, કાળા રંગના કાચ અને ટ્રાફિકના નિયમના ભંગ અંગે 1521 કેસ કર્યા હતાં અને રૂ. 1.60 લાખ જેવો દંડ વસૂલ્યો હતો. (નિશુ કાચા)

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer