ચાલુ વાહને કચરો ફેંકવાના બદલે હવે ‘સ્વચ્છતા પાકિટ’નો ઉપયોગ

ચાલુ વાહને કચરો ફેંકવાના બદલે હવે ‘સ્વચ્છતા પાકિટ’નો ઉપયોગ
રોટરી કલબ ઓફ રાજકોટ દ્વારા ‘નોવોન બેગ’નું વિનામૂલ્યે વિતરણ
રાજકોટ, તા.17 : શહેરના જાહેર માર્ગો પર વાહનચાલકો તથા મુસાફરો દ્વારા ચાલુ વાહને કચરો ફેંકી ગંદકી ફેલાવતી અટકાવવા સ્વછતા પાકીટનો ઉપયોગ કરતા થાય તે હેતુથી તાજેતરમાં મ્યુનિ.કમિશનરના અધ્યક્ષસ્થાને કોર્પોરેશનમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
બેઠકમાં ટુ-વ્હીલર તથા ફોર-વ્હીંલર વાહનોના ડીલરોને તેમના વેંચાણ થતા નવા વાહનોમાં આ સ્વચ્છતા પાકીટ (ફરી ઉપયોગમાં લઈ શકાય તેવી થેલી) બનાવી વિનામૂલ્યે આપવાની અપીલ કરવામાં આવી હતી. રિક્ષા એશોસીએશનને તેમની રિક્ષાઓમાં, પાનની દુકાનના ધંધાર્થીઓને તેમની દુકાનમાં સ્વચ્છતા પાકીટ રાખવાનું સૂચન કરાયું હતું. આ પાકીટ રિક્ષાચાલકની સીટની પાછળ રહેશે. જે પેસેન્જરો મુસાફરી કરતાં હોય તે વેફર્સના ખાલી પડકી કે, ફળોની છાલ તેમાં નાખી શકશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ રોટરી ક્લબ ઓફ રાજકોટ દ્વારા 25,000 નંગ સ્વચ્છતા પાકીટ બનાવવામાં આવ્યાં છે જે વિનામૂલ્યે અરહમ, 3/6 સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટી, નિર્મલા કોન્વેન્ટ સ્કૂલની સામેથી મેળવી શકાશે. બેઠકમાં રોટરી કલબ ઓફ રાજકોટના પ્રમુખ ડો. હીતાબેન મહેતા, ટુ-વ્હીલર તથા ફોર-વ્હીલર વાહનોના ડીલર, રિક્ષા એશોસીએશન, પાનની દુકાનના ધંધાર્થીઓ મનપાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer