દીવના બુચરવાડામાં માસુમ બાળક પર જાતીય હુમલો કરનાર નરાધમ ઝડપાયો

દીવના બુચરવાડામાં માસુમ બાળક પર જાતીય હુમલો કરનાર નરાધમ ઝડપાયો
સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચરવાનો પ્રયાસ નિષ્ફળ જતા પથ્થરના ઘા ઝીંકયા

દીવ, તા.17 : દીવના બુચરવાડા વિસ્તારમાં મજુરી કામે આવેલા શ્રમિક પરિવારના માસુમ બાળક સાથે સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચરવાનો પ્રયાસ કરનાર પરપ્રાંતીય શખસને ઝડપી લઈ જેલમાં ધકેલી દીધો હતો.
આ બનાવ અંગેની વિગત એવી છે કે મુળ રાજુલા પંથકના અને હાલમાં દીવના બુચરવાડા વિસ્તારમાં આવેલા નવા બનતા બિલ્ડીંગમાં મજુરીકામે આવેલા શ્રમિક પરિવારનો ધોરણ-7માં અભ્યાસ કરતો માસુમ બાળક બપોરના રમવા નીળ્યા બાદ લાપતા બની ગયો હતો અને બાદમાં અવાવરુ સ્થળેથી લોહીલુહાણ હાલતમાં મળી આવતા દીવ-ઉના અને બાદમાં વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
આ બનાવ અંગે દીવ પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી અને કામના સ્થળે કામ કરતા રર જેટલા શ્રમિકોની પુછતાછ કરી હતી. દરમિયાન મુળ યુપીના કોટાઆદેશના રીઝવાન ઈકબાલ નામના શખસની આકરી પુછતાછ કરતા ભેદ ઉકેલાયો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં માસુમ બાળક સાથે સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચરવાનો પ્રયાસ કરતા બાળકે પ્રતિકાર કરતા રીઝવાન ઈકબાલે બધાને જાણ થઈ જવાની બીકે પથ્થરના ઘા ઝીકી નાસી છુટયો હતો અને ગંભીર રીતે ઘવાયેલ બાળક બેભાન થઈ ગયો હતો. પોલીસે રીઝવાન ઈકબાલની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer