બંગાળમાં ફરી હિંસા: મુકુલ રોયની કારની તોડફોડ

બંગાળમાં ફરી હિંસા: મુકુલ રોયની કારની તોડફોડ
ભાજપી ઉમેદવાર સામીક ભટ્ટાચાર્ય પર હુમલો
કોલકાતા, તા.17: તનાવગ્રસ્ત પ. બંગાળમાં હિંસાના ઓર બનાવોમાં, ગઈ મોડી રાતે, નોર્થ 24 પરગણાના નગરબાઝારમાં ડમ ડમ બેઠકના ભાજપી ઉમેદવાર સામીક ભટ્ટાચાર્ય પર હુમલો થયો હતો, તેમના વાહનની પૂર્ણપણે તોડફોડ થઈ હતી. તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોએ હુમલો કર્યાનો સામિકે દાવો કર્યો હતો. બીજી તરફ તૃણમૂલે એવો દાવો કર્યો હતો કે ઠરાવેલી મુદત વિત્યા પછી ય ભટ્ટાચાર્ય પ્રચાર કરી રહ્યા હતા. ભાજપી નેતા મુકુલ રોય સીપીએમના કેટલાક નેતાઓ સાથે બંધ બારણે બેઠક યોજી રહ્યાનું જાણવા મળ્યા સુધી તૃણમૂલના કાર્યકરો ત્યાં વિરોધ કરી રહ્યા હતા. તે લોકેશનમાં ભેરવાઈ પડેલા રોયને ધસી આવેલી પોલીસે સલામતપણે ખસેડયા હતા. રોયની કારની ય તોડફોડ થઈ હતી. તે સ્થળે સીઆરપીએફની કેટલીક સેકશન તૈનાત કરાઈ હતી.
રોયે જણાવ્યું હતું કે થોડા લોકો મારી કાર તરફ આવ્યા હતા અને પથ્થર વડે તેને તોડી હતી. પથ્થર ફેંકનારા કોણ હતા તે હું જોઈ શકયો ન હતો, પણ તેમાંના કેટલાકના ચહેરા સીસીટીવી કેમેરામાં ઝડપાઈ ગયા છે, પોલીસે તેઓ સામે પગલા લેવા જોઈએ, હું કહી શકું કે સીએમ મમતા બેનરજી ફફડી ઉઠયા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer