રાહુલ ચોથા નંબર પર બેટિંગ કરવા તૈયાર

રાહુલ ચોથા નંબર પર બેટિંગ કરવા તૈયાર
નવી દિલ્હી તા.17: રિઝર્વ ઓપનર કેએલ રાહુલ ભલે ખુલીને ન બોલે પણ તેણે સંકેત આપી દીધો છે કે વિશ્વ કપમાં તે ચોથા નંબર પર બેટિંગ કરવા તૈયાર છે. ટીમ ઇન્ડિયાના મીડલ ઓર્ડર બેટિંગ ક્રમ પર ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. એવામાં કેએલ રાહુલ અને વિજય શંકરના નામ સામે આવ્યા છે. જો કે વિજય કરતા રાહુલની દાવેદારી મજબૂત માનવામાં આવી રહી છે.
રાહુલે આજે જણાવ્યું કે હું વિશ્વ કપ ટીમનો હિસ્સો છું અને ટીમ કહેશે તે ક્રમ પર બેટિંગ માટે તૈયાર છું. બીજી તરફ ટીમના કોચ રવિ શાત્રીએ કહયું કે ઇંગ્લેન્ડની હાલત પરથી બેટિંગ ક્રમ નકકી થશે. ટીવી શોના વિવાદને લીધે હાર્દિક સાથે પ્રતિબંધ સહન કરનાર રાહુલે આઇપીએલમાં જોરદાર દેખાવ કર્યોં છે. તેણે આઇપીએલમાં પ3.90 રનની સરેરાશથી કુલ પ93 રન કર્યાં હતા. રાહુલ કહે છે કે આઇપીએલ દરમિયાન મેં મારી બેટિંગ ટેકનીક પર કામ કર્યું હતું. ફોર્મને વધુ મહત્વ ન આપ્યું. મને ખુશી છે કે હવે હું રન કરી રહયો છું. પાછલા બે મહિનાથી સતત ટી-20 રમ્યા બાદ વન ડે ક્રિકેટ રમવું કેવું રહેશે. તેના પર રાહુલે સ્વીકાર્યું કે થોડું કઠિન રહેશે. બેટિંગમાં થોડો ફેરફાર કરવો પડશે. ઇંગ્લેન્ડની પિચો અનુસાર રમવું પડશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer