હોકી: ઓસ્ટ્રેલિયા સામે ભારતનો 2-5થી પરાજય

હોકી: ઓસ્ટ્રેલિયા સામે ભારતનો 2-5થી પરાજય
પર્થ, તા.17: ઓસ્ટ્રેલિયા પ્રવાસના આખરી અને પાંચમા મેચમાં વિશ્વની બીજા નંબરની ટીમ સામે 2-પ ગોલથી હારી હતી. ઓસ્ટ્રેલિયાના પ્રવાસના પહેલા ત્રણ મેચમાં એ ટીમ સામે અપરાજીત રહેનાર ભારતીય પુરુષ હોકી ટીમ ઓસ્ટ્રેલિયાની નેશનલ ટીમ સામે બન્ને મેચ હારી છે. આ પહેલા બે દિવસ પહેલા 0-4થી હાર નોંધાઇ હતી. આજના મેચમાં ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રેંટ મિલ્ટોને 11મી અને 24 મિનિટે ગોલ કર્યાં હતા. જ્યારે ફલેન ઓગલિવીએ ત્રીજી, બ્લેક ગોવર્સે 28મી અને ટિમ બ્રાંડે 43મી મિનિટે ગોલ કરીને ભારતીય રક્ષા હરોળ છિન્નભિન કરી હતી. આ સામે ભારત તરફથી નિલકંઠ શર્માએ 12મી અને રૂપિન્દરપાલ સિંઘે પ3મી મિનિટે ગોલ કર્યાં હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer