સ્ટુડન્ટ ઓફ ધ યર-2 બોક્સ ઓફિસ પર ફેઇલ

સ્ટુડન્ટ ઓફ ધ યર-2 બોક્સ ઓફિસ પર ફેઇલ
કરણ જોહરના સ્ટુડન્ટ બોક્સ ઓફિસ પર પાસ થયા નથી. કરણ જોહરના પ્રોડક્શન હાઉસની અને પૂનિત મલ્હોત્રાના ડાયરેક્શનમાં બનેલી બિગ બજેટની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર-2એ બોક્સ ઓફિસ પર નબળો દેખાવ કર્યો છે. સોમવારે આ ફિલ્મના કલેક્શનમાં પપ ટકાનો ઘટાડો આવ્યો હતો. સોમવારે સ્ટુડન્ટના બીજા ભાગે માત્ર પ.2પ કરોડનો જ વકરો કર્યો હતો. આથી કરણ જોહરની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર એવરેજ સાબિત થઈ છે. 100 કરોડ સુધી પહોંચે તેવી શક્યતા નથી. વધીને 60-70 કરોડ આસપાસ પહોંચી શકે તેમ છે. તેની કુલ કમાણી 43 કરોડ થઈ છે. કરણ જોહરના પ્રોડક્શન હાઉસની આ પહેલા રીલિઝ થયેલી મોટા બજેટની ફિલ્મ કલંક સુપર ફલોપ રહી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer