સાજિદ નડિયાદવાલાની ફિલ્મમાં રિતિક રોશન

સાજિદ નડિયાદવાલાની ફિલ્મમાં રિતિક રોશન
સાજિદ નડિયાદવાલા હાલમાં એક સુપર-બીઝી નિર્માતા તરીકે ઓળખાય છે. તેમનો પરિવાર ત્રણ પેઢીથી ફિલ્મ પ્રોડક્શનનું કામકાજ કરે છે અને તાજેતરના ભૂતકાળમાં સાજિદ અનેક ફિલ્મો બનાવવા ઉપરાંત ફિલ્મ ‘િકક’ દ્વારા દિગ્દર્શક ક્ષેત્રે પણ પ્રવેશ કર્યો હતો. હવે તેઓ આગામી એકશન-પેકડ ફિલ્મમાં હીરો તરીકે રિતિક રોશનને લેવાના છે. આ ફિલ્મના દિગ્દર્શકનું નામ થઈ જાય એટલે બાકીના કલાકારો નક્કી કરાશે. રિતિકે પણ સૈદ્ધાંતિક રીતે ફિલ્મનો હિસ્સો બનવાની લીલી ઝંડી દર્શાવી છે. બીજી તરફ રિતિકની ફિલ્મ ‘સુપર 30’ની રિલીઝ તારીખ આગળ ધકેલાઈ ગઈ છે જ્યારે ‘િક્રશ-4’ આવતા વર્ષે ક્રિસમસ વખતે રિલીઝ કરાશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer