અલી અબ્બાસ ઝફર હવે બનાવશે વેબ સિરીઝ

અલી અબ્બાસ ઝફર હવે પોતાના આગામી પ્રોજેક્ટ સાથે તૈયાર છે જે એક વેબ સિરીઝ છે. એક જાણીતા ઓટીટી પ્લેટફોર્મે અલીનો સંપર્ક આ માટે સાધ્યો છે અર્થાત્ તેનું દિગ્દર્શન અલી કરશે. હાલમાં અલી પોતાના દ્વારા દિગ્દર્શિત સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’ની રિલીઝની પ્રતીક્ષા કરી રહ્યો છે અને તેણે ફિલ્મ ‘ટાઈગર’ની ત્રીજી ફ્રેન્ચાઈઝ બનાવવા માટે પણ સલમાન ખાન સાથે ચર્ચાવિચારણા શરૂ કરી દીધી છે. બીજી તરફ વેબ સિરીઝ માટે અલી સૈફ અલી ખાન સહિતના કેટલાક કલાકારો સાથે વાતચીત કરી રહ્યો છે આમ એકંદરે અલીની ગણના ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક સૌથી વ્યસ્ત દિગ્દર્શક તરીકે થઈ રહી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer