કોહલી, પુજારા અને રોહિતને શ્રેષ્ઠ ક્રિકેટરના સિએટ એવોર્ડ

કોહલી, પુજારા અને રોહિતને શ્રેષ્ઠ ક્રિકેટરના સિએટ એવોર્ડ
નવી દિલ્હી, તા.14: સિએટ ક્રિકેટ રેટિંગ દ્વારા દર વર્ષે શ્રેષ્ઠ ક્રિકેટરના જુદી જુદી કેટેગરીમાં એવોર્ડ અપાઇ છે. તે અનુસાર આ વખતે ભારતીય ટીમનો સુકાની વિરાટ કોહલી વર્ષનો સર્વશ્રેષ્ટ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર જાહેર થયો છે. જ્યારે ભારતના જ જસપ્રિત બુમરાહને વર્ષના શ્રેષ્ઠ ઇન્ટરનેશનલ બોલરનો એવોર્ડ મળ્યો છે. જ્યારે હાલમાં પોતાના સુકાનીપદ હેઠળ મુંબઇ ઇન્ડિયન્સને ચોથીવાર આઇપીએલ ચેમ્પિયન બનાવનાર રોહિત શર્મા વર્ષનો સર્વશ્રેષ્ઠ વન ડે ખેલાડી બન્યો છે. ટીમ ઇન્ડિયાનો રનમશીન ચેતેશ્વર પુજારા વર્ષનો સર્વશ્રેષ્ઠ ટેસ્ટ ખેલાડી બન્યો છે. ઓસ્ટ્રેલિયાનો સુકાની એરોન ફિંચ ટી-20નો શ્રેષ્ઠ ખેલાડી જાહેર થયો છે. જ્યારે ટી-20ના શ્રેષ્ઠ બોલર તરીકે અફઘાનિસ્તાનના સ્પિનર રાશિદ ખાનની એવોર્ડ માટે પસંદગી થઇ છે.  સિઆટ દ્વારા મહિલા ક્રિકેટના એવોર્ડ પણ જાહેર થયા છે. જેમાં ભારતની સ્મૃતિ મંધાના સર્વશ્રેષ્ઠ ઇન્ટરનેશનલ પ્લેયર બની છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer