SPLથી બેટિંગમાં સુધારો કરવાનો મોકો મળશે: પુજારા

SPLથી બેટિંગમાં સુધારો કરવાનો મોકો મળશે: પુજારા
રાજકોટ, તા.14: ટીમ ઇન્ડિયાના ટેસ્ટ સ્ટાર ચેતેશ્વર પુજારા સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ (એસપીએલ)માં ભાગ લઈ રહ્યો છે. પુજારા પર ટેસ્ટ ખેલાડીની છાપ છે. જે તે ભૂંસવા માંગે છે. આથી તેના માટે એસપીએલ સારું પ્લેટફોર્મ બની રહેશે. એસપીએલની સમાપ્તિ બાદ પુજારા ઇંગ્લેન્ડમાં કાઉન્ટિ ક્રિકેટ રમવા જવાનો છે ત્યારે ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડમાં જ વર્લ્ડ કપ રમી રહી હશે.
એપીએલમાં રમવા પર પુજારાએ જણાવ્યું કે હું કોઇ પણ ટુર્નામેન્ટ રમવા તૈયાર રહું છું. ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરિઝ બાદ હું રણજી ટ્રોફી રમ્યો. અમે ફાઇનલ સુધી પહોંચ્યા. આ પછી ક્લબ ક્રિકેટના કેટલાક મેચ રમ્યો. હવે ઘરઆંગણે સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ રમી રહ્યો છું. આ પ્રકારના મેચથી તમારી રમતમાં સતત સુધારો થતો રહે છે. હું ખુદ ક્રિકેટરનાં રૂપમાં સતત સુધારો કરવા ઇચ્છુક રહું છું. પુજારાએ કહ્યંy કે વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે ખેલાડી માટે વિશ્રામ પણ જરૂરી છે. આ પછી તમારે તમારી બેટિંગ અને ફિટનેસમાં ફેરફાર પણ કરવો પડે છે. ઇંગ્લેન્ડમાં કાઉન્ટિ ક્રિકેટ રમવા પર પુજારાએ કહ્યંy કે હું સંપર્કમાં છું. કઇ ક્લબ તરફથી રમીશ તે હજુ ફાઇનલ થયું નથી. હાલ તો એસપીએલ રમી રહ્યો છું. બાદમાં બાકીની યોજના બતાવીશ.
ભારતની વિશ્વ કપ સંભાવના પર ચેતેશ્વર પુજારાએ કહ્યંy કે બોલરોની ભૂમિકા મહત્ત્વની બની રહેશે. ટીમે પૂરી ક્ષમતાથી પ્રદર્શન કરવું પડશે. આપણી ટીમ સંતુલિત અને અનુભવી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer