ખંભીસર : વરઘોડામાં થયેલા ઘર્ષણમાં 300 સામે ફરિયાદ

ખંભીસર : વરઘોડામાં થયેલા ઘર્ષણમાં 300 સામે ફરિયાદ
પોલીસ જ ફરિયાદી બની : ચાર મુખ્ય શખસોને ઝડપી લેવા ચક્રો ગતિમાન
વરઘોડામાં મહિલા ઙજઈં ચાવડાનો દલિત યુવકો પર દમનનો વધુ એક વીડિયો વાઈરલ
મહિલા ઉyતા ફાલ્ગુની પટેલ અને ઙજઈં ચાવડા સામે ફરિયાદ નોંધવા પીડિત પરિવારની માગ
મોડાસા, તા. 14 : મોડાસા તાલુકાના ખંભીસર ગામના  જયેશ ડાહ્યાભાઈ રાઠોડ નામના દલિત યુવકના વરઘોડામાં ગામના પટેલ સમાજના વ્યક્તિઓએ કરેલા વિરોધ બાદ લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું અને બીજા દિવસે પોલીસ રક્ષણ વચ્ચે વરઘોડો નીકળ્યો હતો. દરમિયાન ઘર્ષણમાં ભાગ ભજવનારા મુખ્ય ચાર શખસો અને 300 વ્યક્તિઓના ટોળાં સામે પોલીસે જ ફરિયાદ નોંધાવી છે. દરમિયાન મહિલા પીએસઆઈ ચાવડાનો દલિત યુવકો ઉપર દમનનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. બીજી તરફ પીડિત પરિવારે મહિલા ડીવાયએસપી ફાલ્ગુની પટેલ અને પીએસઆઈ ચાવડા સામે ફરિયાદ નોંધવા માગ કરી છે.
ખંભીસરના ઘર્ષણના બનાવમાં 24 કલાક જેટલા સમય પછી પોલીસ જાતે ફરિયાદી બની હતી મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં 4 શખસો સહિત 300 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધી ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા. ખંભીસર ગામે દલિત સમાજના જયેશ ડાહ્યાભાઈ રાઠોડના લગ્નનો વરઘોડો ગામમાં નીકળતા પટેલ સમાજના માણસોએ વિરોધ કરવાના ઇરાદે રસ્તામાં હવન કુંડ બનાવી ભજન કીર્તન કરાવી વરઘોડામાં અડચણ પેદા કરવાના ઈરાદે વિરોધ કર્યો હતો અને બંને પક્ષો સામસામે આવી ગયા હતા. વાત વણસતાં પોલીસ આવી હતી અને પોલીસને મારી નાખવાના ઇરાદે પોલીસપર અણીદાર પથ્થરો તાકીને મારી ગંભીર પ્રકારની ઈજાઓ કરી તથા મૂઢ માર મારી પોલીસની ફરજમાં રુકાવટ કરી વાહનોમાં તોડફોડ કરતા ઘટનાના 24 કલાક જેટલા સમય પછી મોડાસા રૂરલ પોલીસના કર્મચારી સુરાસિંહ રતનાસિંહે ફરિયાદના આધારે 1) હસમુખ ભાઈ સક્સેના, રહે, બદરપુરા તા.બાયડ, 2) વિજય ભાઈ મોંઘાભાઇ રાઠોડ, રહે.ખંભીસર, 3) ભાવેશભાઈ દેવકરણ ભાઈ પટેલ અને 4) હસમુખભાઈ પસાભાઇ પટેલ,બંને રહે, ખંભીસર અને બસો થી ત્રણસો માણસ ના ટોળા વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
દરમિયાન  ખંભીસર દલિત યુવકના વરઘોડામાં ડીવાયએસપી ફાલ્ગુની પટેલનો દલિત સમાજના લોકોને અપશબ્દો બોલતો અને ધમકાવતો વિડિઓ વાઈરલ થયા પછી  મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ ચાવડાનો દલિત સમાજના યુવકો અને અગ્રણીઓ સામે વાત કરતા અચાનક ઉશ્કેરાઈ જઈ ફેટ પકડી ધમકાવતા હોવાનો વધુ એક વીડિયો વાયરલ થયો છે અને એ બાદ દલિત સમાજના લોકોએ આ બન્ને મહિલા પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ નેંધવા માગ કરી છે.
બીજી તરફ મહિલા ડીવાયએસપી ફાલ્ગુની પટેલ અને મહિલા પીએસઆઈ ચાવડા દલિત સમાજને રક્ષણ આપવાના બદલે તેમની સાથે અભદ્ર શબ્દ પ્રયોગ કરી ધમકાવતા અને બંને  મહિલા અધિકારીની શંકાસ્પદ કામગીરી હોવાના આક્ષેપ સાથે મંગળવારે મોટી સંખ્યામાં અનુ.જાતિના અગ્રણીઓ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં પહોંચી ફરિયાદ નોંધવાની માંગ સાથે ફરિયાદ નોંધવા પહોંચ્યા હતા અને ત્યાં નારેબાજી કરતા વાતાવરણ ગરમાયુ હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer