વિશ્વ કપમાં કોઇ ખેલાડીનો ક્રમ નક્કી નહીં: શાત્રી

વિશ્વ કપમાં કોઇ ખેલાડીનો ક્રમ નક્કી નહીં: શાત્રી
ભારતના ભાથામાં અનેક તીર: ભારતીય કોચની હરીફ ટીમોને ચેતવણી
નવી દિલ્હી, તા.14: ટીમ ઇન્ડિયાના હેડ કોચ રવિ શાત્રીએ કહ્યંy છે કે વિશ્વ કપ માટે ભારતના ભાથામાં ઘણા તીર છે. આથી એ સ્પષ્ટ થાય છે કે હાલાત અનુસાર ટીમ સંયોજન નક્કી થશે. વિજય શંકરને પંસદ કરવા પર એવું માનવામાં આવી રહ્યંy હતું કે તામિલનાડુના આ ઓલરાઉન્ડરને નંબર ચાર પર બેટિંગમાં મોકલાશે પણ કોચ શાત્રીએ કહ્યંy છે કે કોઇ પણ ખેલાડીના ક્રમ નક્કી નથી.
રવિ શાત્રીએ જણાવ્યું કે અમારી ટીમમાં ઘણા બધા વિકલ્પ છે. જે જરૂરતના હિસાબે નક્કી કરાશે. અમારા ભાથામા ઘણા તીર છે. અમારી પાસે ઘણા એવા ખેલાડી છે જે નંબર ચાર પર બેટિંગ કરી શકે છે. મને તેની ચિંતા નથી. અમારા 1પ ખેલાડી કોઈ પણ સ્થાને અને કોઇ પણ વિકેટ પર રમી શકે છે. જો કોઇ ફાસ્ટ બોલર ઇજાગ્રસ્ત થશે તો તેનો વિકલ્પ હાજર છે.
આઇસીસી વર્લ્ડ કપ 30 મેથી 14 જુલાઈ સુધી રમાવાનો છે. સ્પિન ઓલરાઉન્ડર કેદાર જાધવને આઇપીએલ દરમિયાન ઇજા થઈ છે, જ્યારે ચાઇનામેન બોલર કુલદિપ યાદવ ફોર્મમાં નથી. આ મામલે કોચ શાત્રી ચિંતિત નથી. તેણે કહ્યંy કે હું ચિંતિત નથી. અમે બધા તા.22મીએ ઉડાન ભરવાના છીએ ત્યારે જોશું કે તેમાં કોણ 1પ ખેલાડી છે. કેદારને ફ્રેક્ચર થયું નથી. અમે ઇંતઝાર કરી રહ્યા છીએ. હજુ ઘણો સમય છે.
કોચ રવિ શાત્રીએ એમ પણ કહ્યંy કે વિશ્વ કપ માટે પહેલાથી કોઇ રણનીતિ ઘડી શકે નહીં. તૈયારી માટે ચાર વર્ષનો સમય રહે છે. આવી મોટી ટુર્નામેન્ટમાં જરૂર મુજબ ચીજો નક્કી થતી હોય છે. શાત્રીના મતે ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝનાં પ્રદર્શન જોવાલાયક રહેશે. કેરેબિયન ટીમ જ્યારે ભારત પ્રવાસે હતી ત્યારે મેં કહ્યંy હતું કે આપણે ભલે તેને હરાવી પણ તેઓ શાનદાર ક્રિકેટ રમી રહ્યા છે. એ સમયે ટીમમાં ક્રિસ ગેલ અને આંદ્રે રસેલ ન હતા. ઓસ્ટ્રેલિયા વિશે શાત્રીએ કહ્યંy 2પ વર્ષમાં તે સૌથી વધુ વિશ્વ કપ જીતી ચૂકી છે. હવે તેના બધા ખેલાડી વાપસી કરી ચૂક્યા છે અને સારા ફોર્મમાં છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer