ખાતર કૌભાંડમાં બસ્સો કરોડનો ભ્રષ્ટાચાર થયાનો કોંગ્રેસનો આક્ષેપ

આક્રમક કોંગ્રેસે કૃષિ સચિવને મળી ખેડૂતોને વળતર આપવા, જવાબદારો સામે પગલાં લેવા, ઋજBિઍનાં ડિરેકટરને દૂર કરવાની ઉગ્ર માગ કરી
અમદાવાદ, તા.14: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ખાતર કૌભાંડ મામલે ઉઠેલી ફરિયાદો બાદ ગઇકાલે ડીએપી ખાતરનું ઉત્પાદન કરતી જીએસએફસી કંપની દ્વારા તપાસની ખાતરી આપવામાં આવી. જીએસએફસીના એમડી સુજીત ગુલાટીએ દાવો કર્યો કે, ખાતરની થેલીઓમાં ઘટ એ કોઇ કૌભાંડ નથી પરંતુ પ્રોડક્શન એરર છે. ખાતર કૌભાંડ મુદ્દે  કરોડનો ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ સાથે આક્રમક વલણ અપનાવતા કોંગ્રેસના ધારાસભ્યો હર્ષદ રિબડીયા, લલિત કગથરા, લલિત વસોયા ચિરાગભાઇ કાલરિયા અને ઋત્વિકભાઇ મકવાણા દ્વારા આજે કૃષિ સચિવ સંજય પ્રસાદને મળીને ખેડૂતોને વળતર આપવા અને જવાબદારો સામે પગલા લેવા માટે ઉગ્ર રજૂઆત કરી હતી. આ બાદ તેઓએ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને એક આવેદનપત્ર આપી ખાતર કૌભાંડની તપાસ સમય મર્યાદામાં કરવા અને તપાસ થતા સુધી જીએસએફસીના બોર્ડ ઓફ ડીરેકટરને દૂર કરવાની માગણી કરી હતી. 
ખાતર કૌભાંડ મામલે કોંગ્રેસના નેતાઓ દ્વારા સંયુક્ત પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં સરકાર પર પ્રહાર કરતા કોંગ્રેસ કિસાન સેલ અધ્યક્ષ પાલ આંબલિયાએ જણાવ્યું હતું કે, દરેક બોરીમાં 705 ગ્રામનો ઘટાડો હતો. જીએસએફસીએ 300 ગ્રામનો દાવો કર્યો તે ખોટો છે. ખાતર કૌભાંડ મુદ્દે ચોરી કરનારને જ તપાસ સોંપવામાં આવી છે. તોલમાપ વિભાગના નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી. એક સિઝનમાં 100 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે જ્યારે ઓછામાં ઓછું 200 કરોડનો ભ્રષ્ટાચાર થાય છે.
તેમણે કહ્યું કે, 2015થી ચાલતા આ કૌભાંડમાં 16 લાખના મેન્યુફેક્ચર ભૂલ નથી. સૌથી મોટો પ્રશ્ન એ છે કે જીએસએફસી કંપની ગવર્મેન્ટ કંપની છે. ગવર્મેન્ટનું સાહસ છે અને અધિકારીઓનું કહેવું છે કે અમારી આખે આખી ઓટોમેટિકલી સિસ્ટમ છે. ઓટોમેટિકલી સિસ્ટમ મુજબ જે તૈયાર માલ છે તેનું પેકિંગ કરતી વખતે તે ઓટોમેટિકલી માલ ઉપાડે છે અને દરેક બોરીએ 700 ગ્રામ માલ ઘટયો હોય તો એક દિવસની અંદર 60 હજાર બોરી બનતી હોય તો જેટલા માલ વધે છે તેના પર અધિકારીને રોજે રોજ ખબર પડવી જોઇએ કે આજે આટલો માલ વધ્યો છે તો અધિકારીઓને કેમ ખ્યાલ ન આવ્યો કે આજે બોરીઓમાં આટલો માલ ઓછો ગયો છે. 
વાસ્તવમાં મેન્યુફેક્ચર એરરના નામે આખે આખા કૌભાંડને દબાવવાનો પ્રયત્ન થઇ રહ્યો હોવાનો આક્ષેપ કરતા કોંગ્રેસના લલિત કગથરાએ જણાવ્યું હતું કે, તોલમાપની ભૂલ એ ફોજદારી ગુનો બને છે. અધિકારીઓ સામે ફોજદારી કેસ થવો જોઇએ. ભાજપના કાર્યકરો જ કૌભાંડમાં સામેલ હોવાથી કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. સરકાર કોઇને પકડવા માગતી નથી.  તો કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ આરોપ લગાવ્યો હતો કે, ભાજપ સરકારે કેબિનેટમાં આ મામલે ચર્ચા કરીને જવાબ આપવો જોઇએ. દોઢ વર્ષ જૂની થેલીમાં પણ 600 ગ્રામ ખાતર ઓછું છે તો આ કૌભાંડ ક્યારથી ચાલી રહ્યું છે અને તેના કારણો કૃષિપ્રધાન સમજાવે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer