મનપાના સર્વર ઠપ થતાં અરજદારો રઝળી પડયાં

મનપાના સર્વર ઠપ થતાં અરજદારો રઝળી પડયાં
કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીમાં કોમ્પ્યુટર સર્વર ઠપ થઈ જતાં જન્મમરણ નોંધણી શાખા, લગ્ન નોંધણી શાખા, વ્યવસાયવેરા રજિસ્ટ્રેશન, મિલકતવેરા વસૂલાત સહિતની તમામ કામગીરી ઠપ થઈ ગઈ હતી. સેન્ટ્રલ ઝોન કચેરીના સંકુલમાં કામગીરી ખોરવાઈ જતાં સેંકડો અરજદારો રઝળી પડયા હતા. જો કે સવારે 10:30 કલાકથી ઠપ થયેલી સેવા બપોરે 12:30 કલાકથી પૂર્વવત થઈ જતાં ફરી કામગીરીનો ધમધમાટ શરૂ થઈ ગયો હતો. કોમ્પ્યુટર સર્વરનો કેબલ ઉંદરોએ કાપી નાખ્યાનું ખૂલ્યું હતું. (નિશુ કાચા)

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer