શહેરમાં શેરડી 37 ચિચોડા પર મનપાના દરોડા

શહેરમાં શેરડી 37 ચિચોડા પર મનપાના દરોડા
કાપેલા લીંબુ, અનાનસ, અખાદ્ય ચાસણી સહિત 108 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરાયો : 28 ધંધાર્થીને નોટિસ
રાજકોટ, તા.24 : ઉનાળાની કાળઝાળ ગરમીમાં અમૃત પીણા સમાન શેરડીના રસના આશરે 37 જેટલા ચિચોડામાં મનપાની ફૂડ અને આરોગ્ય શાખાની ટીમ દ્વારા આજરોજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને સ્થળ પરથી કાપેલા લીંબુ, અનાનસ તેમજ અખાદ્ય ચાસણીનો 105 કિલો અખાદ્ય જથ્થો કબજે કરી નાશ કરવામાં આવ્યો હતો તેમજ સ્વચ્છતાનું ધોરણ ન જાળવનારા 28 ધંધાર્થીને નોટિસ આપવામાં આવી હતી.
નાયબ આરોગ્ય અધિકારી પી.પી.રાઠોડના જણાવ્યાનુસાર રૈયા ફાટક પાસે જલારામ રસ, રોનક રસ, ચામુંડા રસ ઘર, આઝાદ ચોકમાં સાગર સીઝન, હનુમાન મઢી ચોકમાં ચેતન રસ, નિર્મલા રોડ પર કાઠિયાવાડ રસ સેન્ટર, રૈયા રોડ પર ખોડિયાર રસ, દોઢસો ફૂટ રીંગ રોડ પર સાગર રસ, રૈયા ચોકડીએ ભોલે રસ, રોશની રસ, રાજુ રસ, આલાપ ગ્રીનસિટી સામે ચામુંડા રસ, પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ સામે મધુર રસ, શક્તિ રસ પાર્લર, સાધુ વાસવાણી રોડ પર ચામુંડા રસ, રૈયા ગામમાં કનૈયા રસ, ગેલેકસી ટોકિઝ સામે ગેલેક્સી સીઝન સ્ટોરમાંથી કાપેલા લીબુ, અનાનસ કબજે કરી નાશ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત બહુમાળી પાસે રવિ રસ, કલેક્ટર ઓફિસ સામે, કેસરી પુલ પાસે જય સિયારામ સીઝન સ્ટોર ઉપરાંત કેસરી પુલના છેડે શિવમ રસ, પારેવડી ચોકમાં ગાત્રાળ બહ્માણી રસ, પારેવડી ચોકમાં મનમોહન કોલ્ડ્રીંક્સ, કુવાડવા રોડ પર સંજરી રસ, બાપા સીતારામ રસ, જય ખેતલા આપા રસ, ગ્રીનલેન્ડ ચોકડી પાસે જય મહાદેવ રસ, જય દ્વારકાધિશ રસ, બાપા સીતારામ રસ, કાઠિયાવાડી રસ, માલધારી રસ, જય ગાત્રાળ રસ, માર્કેટ યાર્ડ પાસે જય ગાત્રાળ રસ, નકલંક રસમાંથી પણ કાપેલા લીબુ, અનાનસ, અખાદ્ય ચાસણી સહિતના કુલ 105 કિલો જેટલા અખાદ્ય જથ્થોનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો તેમજ સ્વચ્છતાનું ધોરણ ન જાળવવા બદલ 28 ધંધાર્થીને નોટિસ આપવામાં આવી હતી.
‘ઉપહાર’ ખજૂરનો નમૂનો નાપાસ
ફૂડ અને આરોગ્ય શાખા દ્વારા તાજેતરમાં ગોંડલ રોડ પર ઓકટ્રોય નાકાની પાછળ, ગીતાનગર સોસાયટી શેરી નં.6, પ્લોટ નં.72માં શ્રી વડવાળાને ત્યાંથી ભાવના ફૂડ પ્રોડ્કટનો ઉપહાર બ્રાન્ડ ખજૂરનો નમૂનો લેવામાં આવ્યો હતો. લેબોરેટરી રિપોર્ટમાં પેકેટ પર તારીખ ન હોવાનું ખૂલતા મિસ બ્રાન્ડેડ જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અધિકારીઓએ મંગળા મેઈન રોડ પર મનહર પ્લોટ શેરી નં.6માં મેસર્સ પોપટ મહેન્દ્રભાઇ જમનાદાસને ત્યાંથી શુદ્ધ ઘીનો નમૂનો લઈ લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલ્યો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer