CJI વિરુદ્ધ ષડયંત્ર : સુપ્રીમે ઉંડી તપાસ જરૂરી ગણાવી

CJI વિરુદ્ધ ષડયંત્ર : સુપ્રીમે ઉંડી તપાસ જરૂરી ગણાવી
વડા, IB વડાને હાજર થવા તાકીદ
નવી દિલ્હી, તા.24: દેશના મુખ્ય ન્યાયમૂર્તિ (સીજેઆઈ) રંજન ગોગોઈને જાતીય સતામણીના બનાવટી કેસમાં ભીડવવા સાજીશ ઘડાયુ હોવાનું જણાવતા સર્વોચ્ચ અદાલતના ધારાશાત્રી ઉત્સવ બેઈન્સના સોગંદનામાને સાંભળી રહેલી અદાલતી બેન્ચે આજે જણાવ્યું હતું કે ‘સીજેઆઈ સામેના કથિત જાતીય સતામણીના આક્ષેપોમાં રહેલા સત્યને તેમ જ આ મામલામાં કોઈ ફિક્ષિંગ થઈ રહ્યું છે કે કેમ તે ખોળી કાઢવાનું રહેશે અને ષડયંત્રના અંઁગલને તલસ્પર્શી રીતે તપાસવાનો રહેશે. સોગંદનામાની ખરાઈ વિશે અમે  જાણવા માગીએ છીએ’ એમ બેન્ચે જણાવ્યું હતું. સીજેઆઈને રાજીનામું આપવા ફરજ પડે તેવી મુરાદથી જૂઠા કેસ વડે તેમને ભીડવવામાં આવી રહ્યાનું સોગંદનામામાં જણાવાયું છે. ગંભીર મુદ્દો ઉઠાવાયો છે. માત્ર સીજેઆઈને જ નહીં, કોઈક અદાલતની ખંડપીઠોને ય પોતાના ભણી વાળવા પ્રયાસ કરી રહ્યું છે. ત્રણ કર્મચારીઓને બરતરફ કરાયા છે. સોગંદનામા મુજબ આ કર્મચારીઓ સાથે મળી ઉકત સાજીશની પાછળ રહેલા છે. બેઈન્સ જણાવે છે કે ફિક્ષિંગનો (ત્રાગડો રચવાનો) ખેલ ચાલી રહ્યો છે અને આ મોટી ચિંતાની બાબત છે એમ બેન્ચે જણાવ્યું હતું.
બેઈન્સે આપેલા દસ્તાવેજો જોયા બાદ ખાસ બેન્ચે દેશના એટર્ની જનરલને જણાવ્યું કે તમે કોઈ જવાબદાર તપાસનીશ અધિકારીને અમારી ચેમ્બરમાં  બોલાવશે ? સોલિસીટર જનરલે કહ્યુ કે સીબીઆઈના ડિરેકટર દિલ્હી બહાર હોઈ સંયુકત ડિરેકટર આવશે. યૌન શોષણના આરોપોની જાંચ કરવા ઈન હાઉસ પેનલ જાંચ કરશે, પરંતુ ન્યાયતંત્રની પ્રતિષ્ઠાને નુકસાન પહાંચાડવા કરવામાં આવી રહેલી મોટી સાજીશની અલગથી તપાસ થવી જોઈએ તેથી એસઆઈટી બનવી આ મામલે તપાસ થવી જોઈએ તે પછી સર્વોચ્ચ અદાલતે  દિલ્હી પોલીસ કમિશ્નર, સીબીઆઈ વડા અને આઈબી ડિરેકટરને કોર્ટમાં આવવા તાકીદ કરી હતી.
જો આમાં અમે આંખ મિચાંમણાં કરશું તો સમગ્ર દેશ (ન્યાયતંત્રમાં) વિશ્વાસ ખોઈ બેસશે .જો આ સોગંદનામું જૂંઠું હશે અમે તે સાંખી લેશું નહીં એમ બેન્ચના જજીસે જણાવ્યું હતું.
અદાલતની પૂર્વ મહિલા કર્મચારીનું પ્રતિનિધિત્વ કરતો અને પોતાને અજય નામે ઓળખાવતા શખસે સીજેઆઈ વિરુદ્ધની પત્રકાર પરિષદ પ્રેસ કલબમાં ગોઠવી આપવા રૂ. દોઢ કરોડની ઓફર કર્યાનું બેઈન્સે સોગંદનામામાં જણાવ્યું છે. અમે જણાવશું કે આ તપાસને અન્ય સાથે કોઈ લેવાદેવા નથી. બેઈન્સને કયો શખસ મળવા ગયો હતો તે અમે ખોળવા માગીએ છીએ.
સીજેઆઈની પ્રતિષ્ઠા ધૂળમાં મેળવવા તેમને ફસાવવામાં આવી રહ્યા છે એમ કહેનાર બેઈન્સને બેન્ચે પૂછયું કે તમારે શું કહેવું છે ? જવાબમમાં બેઈન્સે જણાવ્યું કે મેઁ સીલબંધ કવરમાં બધી સામગ્રી આપી છે, તેમ જ તેમાં રહેલી સીસીટીવી ફૂટેજ સમગ્ર કથનીનું બયાન કરે છે. એક ઔદ્યોગિક જૂથ સીજેઆઈને ફસાવવાની સાજીશ પાછળ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer