જામનગરમાં રિક્ષાની ઠોકરે ચડેલ બાઇક સવાર દંપતી ખંડિત

જામનગર, તા.24: જામનગરમાં દિગ્જામ રેલવે ફાટક નજીક એક રિક્ષા અને બાઇક વચ્ચેના અકસ્માતમાં બાઇક સવાર દંપતીને ઠોકર લાગતા પાછળ બેઠેલી પત્નીનું ગંભીર ઇજા થવાના કારણે મૃત્યુ નિપજ્યું હતું. અકસ્માતકરીને રિક્ષા ચાલક નાસી જતાં હિટ એન્ડ રન જેવી  ઘટના બની ગઇ હતી.
જામનગરમાં દિગ્જામ વુલન મીલ ચાલીમાં રૂમ નં. 53માં રહેતા રામમીલન સુખરામ ગૌતમ (ઉ.વ.54) ગઇ કાલે સવારે પોતાના બાઇક ઉપર પત્ની ઉર્મિલા દેવી  (ઉ.વ.46)ને પાછળ બેસાડીને દિગ્જામ રેલવે  ફાટક પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે સામેથી આવી રહેલી રિક્ષા ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા બાઇક પાછળ બેઠેલા ઉર્મિલા દેવીને ફંગોળાતા માથાના ભાગે હેમરેજ જેવી ગંભીર ઇજાથી બેશુધ્ધ બની  જતાં તેમને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં ફરજ પરના તબીબે ઉર્મિલાબેનને મૃત જાહેર કરતાં પોલીસે અજાણ્યા રિક્ષા ચાલક સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer