ચૂંટણીમાં રાષ્ટ્રીય પક્ષોના 20% મત ક્યાં છટકી ગયા?

કોંગ્રેસનો તૂટેલો મતનો હિસ્સો ભાજપને નથી મળ્યો
રાષ્ટ્રીય પક્ષોના મતો પ્રાદેશિક-નાના પક્ષો ખાઇ ગયા
નવી દિલ્હી: છેલ્લી લોકસભાની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક  દેખાવ કરીને 31 ટકા મતોના હિસ્સા સામે 282 બેઠકો ઉપર વિજયનો ધ્વજ લહેરાવ્યો હતો. લગભગ ત્રણ દાયકા બાદ કોઇ એક પક્ષને સંપૂર્ણ બહુમતી મળી હતી. જો કે એ પણ એક સંજોગ છે કે છેલ્લી સામાન્ય ચૂંટણીમાં રાષ્ટ્રીય પક્ષોનો કુલ મતનો હિસ્સો-વોટબેંક 60.7 ટકા સામે સર્વકાલિન નીચલા સ્તરે પહોંચી ગયો હતો. એવામાં એવો પ્રશ્ન ઉભો થાય તે સ્વાભાવિક છે કે રાષ્ટ્રીય પક્ષોના મત ક્યાં ગાયબ થઇ ગયા?
1991ની સામાન્ય ચૂંટણીની તુલના કરીએ તો 2014માં રાષ્ટ્રીય પક્ષોનો સમ્મિલિત વોટ શેર-અંગેનો હિસ્સો-20 ટકા ઘટી ગયો 1991માં રાષ્ટ્રીય પક્ષોના ખાતામાં કુલ 80.7 ટકા મત આવ્યા છતાં. ચૂંટણી પંચના આંકડાથી જાહેર થાય છે કે રાજકીય પક્ષોના છટકી ગયેલા મતો મોટા ભાગે ગેરમાન્યતા પ્રાપ્ત રજિસ્ટર્ડ પક્ષની જોળીમાં ગયા છે. તેના પછી સૌથી વધુ ફાયદો રાજ્ય સ્તરના પક્ષોને થયો, જોકે તેમનો મતનો હિસ્સો બહુ મામૂલી વધ્યો.
1991ના 2.2 ટકાની તુલનામાં ‘આપ’ અને ‘ટીએમસી’ સહિત ગેરમાન્યતા પ્રાપ્ત રજિસ્ટર્ડ પક્ષોનો મતનો હિસ્સો 2014માં વધીને 22.7 ટકા થઇ ગયો. છેલ્લાં વખત સિવાય આ પક્ષોનો બીજો સર્વશ્રેષ્ઠ દેખાવ 1998ની સામાન્ય ચૂંટણીમાં થયો જ્યારે તેમના ખાતામાં 10.9 ટકા મત ગયા.
જો અપક્ષ ઉમેદવારોના મતના હિસ્સાની વાત કરીએ તો તે મુખ્યત્વે સપાટ રહ્યાં હતાં.
1991નાં અપક્ષ ઉમેદવારોના ખાતામાં 4.16 મત ગયા હતાં જે 2014માં 3.06 ટકા થઇ ગયા હતાં.
રાજ્ય કક્ષાના રાષ્ટ્રીય પક્ષના રૂપમાં રજિસ્ટર્ડ થવા માટે સંબંધિત પાર્ટીએ એક નિશ્ચિંત મત પ્રતિશત અથવા લડવામાં આવેલી બેઠકો ઉપર એક નિશ્ચિત પ્રતિશતમાં વિજય મેળવ્યો હોવો જોઇએ. જો આમ ન બને તો તેને ગેરમાન્યતા પ્રાપ્ત પક્ષની શ્રેણીમાં રાખવામાં આવે છે.
ચૂંટણી વિશ્લેષકોના જણાવ્યા અનુસાર કોંગ્રેસના મતના હિસ્સામાં જે ઘટ આવી તે પૂરેપૂરી કંઇ ભાજપ અને જનતા પાર્ટી કે જનતા દળમાં નથી ગઇ. જનતા દળ પાછળથી કેટલાય હિસ્સામાં ભંગાણ પામ્યું જેમ કે આરજેડી, એસપી, જેડીએસ અને જેડીયુ આ પક્ષોની જે તે રાજ્યોમાં અસર છે.
2009ની સામાન્ય ચૂંટણીને જતી કરીએ તો 1991 પછી દરેક ચૂંટણીમાં ભાજપનો મતનો હિસ્સો વધ્યો છે. તે પછી પણ રસદાયક વાત એ છે કે 2014માં ભાજપનો સર્વશ્રેષ્ઠ દેખાવ (31 ટકા મતનો હિસ્સો-વોટશેર) પણ કોંગ્રેસના 1991ના દેખાવ (35.4 ટકા)થી ઓછો છે.
રાજકીય વિશ્લેષકોના જણાવ્યા અનુસાર 1990ના દાયકાના શરૂઆતના વર્ષો સુધી કોંગ્રેસની પોતાની મજબૂત વોટબેંક હતી. દાખલા તરીકે યુપીમાં કોંગ્રેસ બ્રાહ્મણ અને ઠાકોર મતોની સાથે મુસ્લિમ મતો પણ મેળવતી, મંડળ-કમંડળની રાજનીતિએ તેની આ વોટબેંકને પડાવી લીધી જોકે ભાજપ કોંગ્રેસમાંથી છટકેલા તમામ મત પડાવી શકયું નથી.
આ સમયે ત્રણ મોટા રાષ્ટ્રીય પક્ષ હતાં. જનતા દળ, સીપીએમ અને બીએસપી જોકે આમાંથી કોઇનો પણ કોઇ પણ ચૂંટણીમાં મતનો હિસ્સો 12 ટકા સુધી નથી પહોંચ્યો.
1991માં 11.84 ટકા મત સાથે જનતાદળનું આ બધામાં સૌથી સારૂં પ્રદર્શન રહ્યું. જ્યારે બસપાને મહા મુસીબતે 4.2 ટકા મત મળ્યા. 1991ની ચૂંટણીથી માંડી છેલ્લી ચૂંટણી સુધી રાષ્ટ્રીય પક્ષોનો મતનો હિસ્સો 20 ટકા જેટલો ઘટી ગયો.
આ ગેપને ગેરમાન્યતા પ્રાપ્ત રજિસ્ટર્ડ પક્ષો દ્વારા ભરવામાં આવ્યો જેનો મતનો હિસ્સો 1991ના 2.2 ટકાની તુલનામાં 2014માં 22.7 ટકા થઇ ગયો. આમાંથી ઓછામાં ઓછા 10 ટકા તો માત્ર ‘આપ’ (2 ટકા) અને તૃણમૂલ (5.2 ટકા) ઓલ ઝારખંડ સ્ટુડન્ટ યુનિયન (9.4 ટકા), જેડીએસ અને અન્ય પ્રાદેશિક પક્ષો ખેંચી ગયા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer