પ્રકાશ ઝાની નવી ફિલ્મ : પરીક્ષા

પ્રકાશ ઝાની નવી ફિલ્મ : પરીક્ષા
બોલિવુડના પ્રયોગશીલ ફિલ્મકાર પ્રકાશ ઝા જુદા જ વિષય પર ફિલ્મ બનાવવા માટે જાણીતા છે. હવે તેઓ ‘પરીક્ષા-ફાઇનલ ટેસ્ટ’ નામની ફિલ્મ લઇને દર્શકો સમક્ષ આવી રહ્યા છે. પ્રકાશ ઝાએ ઓ તેમની આ ફિલ્મ પરીક્ષાની સત્તાવાર જાહેરાત કરી છે. સાથે ફિલ્મનું પહેલું પોસ્ટર પણ રજુ કર્યું છે. પ્રકાશ ઝાએ એવો દાવો કર્યો છે કે તેની આ ફિલ્મ સત્ય ઘટના આધારિત હશે. પ્રકાશ ઝાએ આ વખતે કોઇ મોટા સ્ટારને ચમકાવવાના બદલે તેની નવી ફિલ્મમાં આદિલ હુસેન, પ્રિયંકા બોસ, સંજય સુરી અને શુભમન ઝા જેવા ઓછા જાણીતા કલાકારોને સાઇન કર્યા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer