સ્ટુડન્ટ ઓફ ધ યર-2નું મુંબઇ દિલ્હી દી કુડિયા ગીત લોન્ચ

સ્ટુડન્ટ ઓફ ધ યર-2નું મુંબઇ દિલ્હી દી કુડિયા ગીત લોન્ચ
કલંકની નિષ્ફળતા સહન કરી રહેલા ફિલ્મ નિર્માતા કરણ જોહરે આજે તેની બીજી એક બિગ બજેટની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર-2નું એક ગીત લોન્ચ કર્યું હતું. આ ફિલ્મમાં ટાઇગર શ્રોફ સાથે બે હિરોઇન અનન્યા પાંડે અને તારા સૂતરિયા બોલિવૂડમાં લોન્ચ થઇ રહી છે. સ્ટુડન્ટ ઓફ ધ યર-2નું ગત સપ્તાહે જવાની દીવાની ગીત લોન્ચ કરાયું હતું. હવે આજે મુંબઇ દિલ્હી દી કુડિયાં ગીત રીલિઝ કરાયું છે. ગીત લોન્ચ કરવાના કાર્યક્રમમાં ટાઇગર, અનન્યા અને તારાએ સ્ટેજ પર આ ગીતની ઝલક ડાન્સ કરીને રજૂ કરી હતી. આ ગીત દેવ નેગી, પાયલ દેવ અને વિશાલ ડડલાણીએ ગાયું છે. પુનિત મલ્હોત્રાના ડાયરેકશનમાં બનેલી સ્ટુડન્ટ ઓફ ધ યર-2 10 મેના રીલિઝ થઇ રહી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer