એશિયન એથ્લેકિટસ ચેમ્પિયનશીપમાં સ્વપ્ના બર્મનને રજત ચંદ્રક

એશિયન એથ્લેકિટસ ચેમ્પિયનશીપમાં સ્વપ્ના બર્મનને રજત ચંદ્રક
4 x 400 મીટરની મિકસ રીલે ટીમ બીજા સ્થાને રહી
દોહા, તા.24: એશિયન ગેમ્સની ગોલ્ડ મેડલિસ્ટ અને વર્તમાન વિજેતા હેપ્ટાથલોન મહિલા એથ્લેટ સ્વપ્ના બર્મન અને ચાર ડ 400 મીટરની મિકસ રીલે ટીમને એશિયન એથ્લેટિકસ ચેમ્પિયનશીપમાં રજત ચંદ્રક મળ્યા છે. સ્વપ્ના બર્મને હેપ્ટાથલોનની કુલ સાત સ્પર્ધામાં પ993 પોઇન્ટ બનાવ્યા હતા. તે ઉઝબેકિસ્તાનની એકટેરિના વોર્નિન (6198) પછી બીજા સ્થાને રહી હતી. એક અન્ય ભારતીય ખેલાડી પૂર્ણિમા પપ28 પોઇન્ટ સાથે પાંચમા નંબર પર રહી હતી. જો કે દૂતિ ચંદ 100 મીટરના ફાઇનલમાં પાંચમા સ્થાને રહી હતી.
આ પછી તેણીએ 200 મીટરની ફાઇનલમાં જગ્યા બનાવી હતી. પુરુષની 1પ00 મીટરની દોડમાં ચંદ્રકનો પ્રબળ દાવેદાર જિનસન જોનસન ઇજાને લીધે બહાર થઇ ગયો હતો. આથી ભારતને ફટકો પડયો હતો. તેણે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
જ્યારે ચાર ડ 400 મીટરની મિકસ રીલે દોડમાં ભારતીય ટીમ મોહમ્મદ અનસ, એમઆર પુવમ્મા, વીકે વિસ્મયા અને આરોકિયા રાજીવ 3 મિનિટ અને 16.47 સેકન્ડ સાથે બીજા સ્થાને રહી હતી આથી તેમને રજત ચંદ્રક મળ્યો હતો. એશિયન એથ્લેટિકસ ચેમ્પિયનશીપમાં ભારતના ત્રીજા દિવસ બાદ બે સુવર્ણ, પાંચ રજત અને પાંચ કાંસ્ય મળીને કુલ 12 ચંદ્રક થયા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer