CSKની સફળતાનો મંત્ર નિવૃત્તિ બાદ જણાવીશ : ધોની

CSKની સફળતાનો મંત્ર નિવૃત્તિ બાદ જણાવીશ : ધોની
વર્લ્ડ કપમાં કમરના દર્દનું ધ્યાન રાખવું પડશે
ચેન્નાઇ, તા.24 : મહેન્દ્રસિંહ ધોની દબાણ અને કઠિન પરિસ્થિતિમાં પણ કેપ્ટન કૂલ કેવી રીતે બની રહે છે તે જાણવાનો બધાને ઇંતઝાર છે. જો કે ધોની તેનો આ સકસેસ મંત્ર બતાવવાના મૂડમાં નથી. એક ઇન્ટરવ્યૂમાં ધોનીએ મજાકીયા અંદાજમાં કહ્યુ કે ચેન્નાઇ સુપર કિંગ્સ ટીમ આઇપીએલમાં આટલી સફળ કેમ રહી તેની સકસેસ મંત્ર નિવૃત્તિ બાદ જ બતાવશે. સીએસકે આઇપીએલમાં અત્યાર સુધી ત્રણવાર ચેમ્પિયન રહી ચૂકી છે. ટીમ 9 વખત પ્લેઓફમાં અને 7 વખત ફાઇનલમાં પહોંચી છે. તેના પર બે વર્ષ પ્રતિબંધ મુકાયો હતો.
સીએસકેની સફળતા પર વાત કરતા ધોનીએ જણાવ્યું કે જો મેં તમને બધી વાત બતાવી દીધી તો આઇપીએલના ઓકશનમાં મને કોઇ ખરીદશે નહીં. નિવૃત્તિ પહેલા હું સફળતાનો મંત્ર બતાવીશ નહીં.
ધોની લાંબ સમયથી કમરના દર્દથી પરેશાન છે. તેના પર ધોનીએ કહયું કે વર્લ્ડ કપમાં તેનું ધ્યાન રાખવું પડશે અને સંભાળ લેવી પડશે. ધોનીએ કહ્યું કે મારી કમર જકડાઇ ગઇ હતી, પણ હવે પહેલાથી સારું છે. આમ છતાં વર્લ્ડ કપને ધ્યાને રાખીને હું કોઇ જોખમ લેવા માંગતો નથી. કારણ કે વર્લ્ડ કપ ઘણો મહત્ત્વનો છે. ધોનીએ સ્વીકાર્યું કે ખેલાડીઓ કોઇ ને કોઇ ફિટનેસ સમસ્યા સહન કરતા કરે છે. જો તમે પૂરી રીતે ફિટ રહેવાનો ઈંતઝાર કરો તો બે મેચ વચ્ચે પાંચ વર્ષનું અંતર રહે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer