મહિલા IPLના ચાર મેચ રમાશે

મહિલા IPLના ચાર મેચ રમાશે
નવી દિલ્હી, તા.24: ગયા વર્ષે આઇપીએલ દરમિયાન મહિલા ક્રિકેટરો વચ્ચે એક પ્રદર્શની મેચ યોજાયો હતો. હવે બીસીસીઆઇએ આઇપીએલની વર્તમાન સિઝનમાં મહિલાઓની ત્રણ ટીમ વચ્ચે ચાર મેચની એક નાની ટૂર્નામેન્ટનું આયોજન કર્યું છે. જે પ્લઓફ મેચ શરૂ થતાં પહેલા જયપુરના સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં રમાશે. બીસીસીઆઇ દ્વારા મહિલાઓની ત્રણ ટીમનું નામ સુપરનોવા, ટ્રેલબ્લેજર્સ અને વિલોસિટી રાખવામાં આવ્યું છે. ત્રણેય ટીમનું સુકાની હરમનપ્રિત કૌર, મિતાલી રાજ અને સ્મૃતિ મંધાના સંભાળશે. ચાર મેચમાં કેટલીક વિદેશી મહિલા ક્રિકેટર પણ રમશે. ટીમ હજુ જાહેર થઇ નથી.
મહિલા આઇપીએલનો પહેલો મેચ 6 મેના સુપરનોવા વિ. ટ્રેલબ્લેજર્સનો હશે. બીજો મેચ 8 મેના રોજ ટ્રેલબ્લેજર્સ સામે વિલોસિટીનો હશે. 9 મેના સુપરનોવાની ટક્કર વિલોસિટી સામે થશે જ્યારે 11 મેના રોજ ફાઇનલ રમાશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer