મતદાન કર્યા બાદ અમિત શાહે કહ્યું, દેશને સમર્થ બનાવવા મતદાન

મતદાન કર્યા બાદ અમિત શાહે કહ્યું, દેશને સમર્થ બનાવવા મતદાન
અમદાવાદ, તા.23: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગર બેઠકના ઉમેદવાર અમિત શાહે આજે અમદાવાદમાં નારણપુરા ખાતે મતદાન કર્યા બાદ કહ્યું હતું કે, ગુજરાતની 26 બેઠકો પર ઉત્સાહજનક મતદાનના અહેવાલ છે. તેમણે દેશભરના મતદારોને અપીલ કરતા કહ્યુ ંકે, ભારે સંખ્યામાં બહાર નીકળીને લોકતંત્રના ઉત્સવમાં પોતાની ભાગીદારી નોંધાવો. તમારો એક મત દેશને સમર્થ બનાવી શકે છે, સમૃદ્ધ બનાવી શકે છે, દેશને વિકાસના પાટા પર ચઢાવી શકે છે. ખાસ કરીને યુવાઓ અને જેમને પ્રથમવાર મતાધિકાર મળ્યે છે તેમને અપીલ કરતા કહ્યુ ંકે, તમારે ભવિષ્યના ભારતના નિર્માણ માટે મતદાન કરવાનું છે.
તેમણે દેશની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તથા દેશનાં અર્થતંત્રને ગતિ આપવા માટે મતદાન કરવાની લોકોને અપીલ કરી હતી.  દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે મતદાન બાદ પત્ની સોનલ શાહ, પુત્ર-પુત્રવધૂ અને પૌત્રી સાથે અંકુર વિસ્તારમાં આવેલા કામેશ્વર મહાદેવનાં દર્શન કર્યાં હતાં. અમિત શાહ ત્યાં 10 મિનિટ રોકાયા હતા ત્યારબાદ તેમણે લોકોને વિક્ટરીનું ચિહ્ન બતાવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer