કાળઝાળ ગરમીમાં મતદારોમાં ઉત્સાહ ગુજરાતમાં 63 ટકા મતદાન ત્રીજા તબક્કામાં 65.85 ટકા મતદાન

કાળઝાળ ગરમીમાં મતદારોમાં ઉત્સાહ ગુજરાતમાં 63 ટકા મતદાન ત્રીજા તબક્કામાં 65.85 ટકા મતદાન
શહેરી કરતા ગ્રામ્ય વિસ્તારમાં વધુ મતદાન કોને ફળશે?
સૌથી વધુ વલસાડમાં 74 અને સૌથી ઓછું મતદાન અમરેલીમાં 55.73%
અમદાવાદ,તા.23 : ગુજરાતની લોકસભાની 26 બેઠક માટે શાંતિપૂર્ણ રીતે 63 ટકા જેટલું મતદાન થયું હતું. 2014માં 63.60 ટકા મતદાન હતું. એટલે કે ગયા વખત જેટલું જ મતદાન થયું છે. કાળઝાળ ગરમી 41 ડિગ્રીના તાપમાન વચ્ચે પણ મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. કોઇ અનિચ્છનીય બનાવ બન્યો નહોતો. સૌથી વધુ મતદાન વલસાડ બેઠક પર 74.09 ટકા અને સૌથી ઓછું મતદાન અમરેલી બેઠક પર 55.73 ટકા થયું હતું.
સૌથી મહત્વની વાત એ છે કે, શહેરી કરતા ગ્રામ્ય વિસ્તારમાં મતદાન વધુ થયું છે. અને એજ પરિણામનો આધાર બનશે એમ મનાય છે. ગ્રામ્ય વિસ્તારમાં વધુ મતદાન કોંગ્રેસને ફળશે કે ભાજપને?
એ તો હવે તા.23 મેના મતગણતરીના દિવસે જ ખ્યાલ આવશે.
 ત્રીજા તબક્કામાં ગુજરાતની 26 બેઠકો ઉપર કુલ 51,851 મતદાન મથકો ઉપર રાજ્યના 4 લાખથી પણ  મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને 371 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ કર્યા છે.. ખાસ કરીને  ગાંધીનગરની હાઇપ્રોફાઇલ  બેઠક પર ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, અમરેલી બેઠક પર વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી, આણંદ બેઠક પર પૂર્વ કેન્દ્રિય પ્રધાન ભરતસિંહ સોલંકી, બારડોલી બેઠક પર ડો.તુષાર ચૌધરી જેવા દિગ્ગજોનું ભાવિ પર સૌની મીટ રહેશે. આગામી તા.23 મે ના રોજ ચૂંટણી પરિણામો જાહેર થશે ત્યારે સાચુ ચિત્ર સ્પષ્ટ થશે.
ગુજરાતમાં સવારથી  જ લોકેએ મતદાન માટે કતારો લગાવી દીધી હતી. પ્રથમ બે કલાકમાં જ 10.32  ટકા જેટલું્ મતદાન થઇ જવા પામ્યું હતું. જ્યારે 11 વાગ્યે 24.87 ટકા, 1 વાગ્યે 39.34 ટકા, 3 વાગ્યે 50.36 ટકા, 5 વાગ્યે 58.95 ટકા જ્યારે છેલ્લા સમય સુધીના મતદાન વખતે અંદાજીત સરેરાશ 62.95 ટકા મતદાન થવાનું રાજ્યના ચૂંટણી પંચ દ્વારા જણાવવામાં આવ્યેં છે. આજે બપોરે  43 ડિગ્રી ગરમીના કારણે મતદાન થોડું ધીમુ પડયુ ંહતું.  જો કે 3 વાગ્યા બાદ ગરમીને જાકારો આપીને મતદાતાઓએ ઉત્સાહમાં આવી પોતાના મતનો ઉપયોગ કર્યો હતો જેના કારણે છેલ્લા કલાકોમાં મતદાનમાં વધારો થયો હતો. સાથેસાથે આજની ચૂંટણી દરમિયાન 43 જેટલી ફરિયાદો ચૂંટણી મળી હતી. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 11 ફરિયાદ મળી હતી.
રાજ્યમાં થયેલા અંદાજીત મતદાન જોઇએ તો, સૌરાષ્ટ્રમાં રાજકોટ લોકસભા બેઠક પર 63.12 ટકા, અમરેલી  લોકસભા બેઠક પર 55.73 ટકા, ભાવનગર લોકસભા બેઠક પર 58.41 ટકા, જામનગર લોકસભા બેઠક પર 58.49 ટકા, જૂનાગઢ લોકસભા બેઠક પર 60.70  ટકા,  પોરબંદર લોકસભા બેઠક પર 56.77 ટકા, સુરેન્દ્રનગર 56.78 ટકા અંદાજીત મતદાન થયું છે.  જ્યારે કચ્છ લોકસભા બેઠક પર 56.76 ટકા અંદાજીત મતદાન થયું છે.
આ ઉપરાંત ગાંધીનગર લોકસભા બેઠક પર 64.96  ટકા, અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર 59.48  ટકા, અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર 58.54 ટકા, આણંદ લોકસભા બેઠક પર 66.23 ટકા, બનાસકાંઠા લોકસભા બેઠક પર 64.71 ટકા, બારડોલી લોકસભા બેઠક પર 71.26  ટકા, ભરૂચ લોકસભા બેઠક પર 69.55 ટકા, છોટાઉદેપુર લોકસભા બેઠક પર 70.79  ટકા, દાહોદ લોકસભા બેઠક પર 63.75  ટકા, ખેડા લોકસભા બેઠક પર 60.32  ટકા, મહેસાણા લોકસભા બેઠક પર 61.74 ટકા , નવસારી લોકસભા બેઠક પર 64.69  ટકા, પંચમહાલ લોકસભા બેઠક પર 61.68  ટકા, પાટણ લોકસભા બેઠક પર 61.23  ટકા, સાબરકાંઠા લોકસભા બેઠક પર 66.71 ટકા, સુરત લોકસભા બેઠક પર 62.71 ટકા, વડોદરા લોકસભા બેઠક પર 67.44  ટકા, વલસાડ લોકસભા બેઠક પર 74.09  ટકા અંદાજીત મતદાન થયું છે.
રાજ્યમાં મતદાનમાં ચોંકાવનારો ટ્રેન્ડ જોવામાં આવ્યો હતો. રાજ્યમાં શહેરો કરતા ગ્રામ્ય વિસ્તારોમાં બંપર વોટિંગ થયું હોવાનું સમજાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગૃહ રાજ્ય હોવાના કારણે ભાજપ તમામ બેઠકો પર જીત મેળવવાની આશા રાખીને બેઠો છે. રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ જીતનો દાવો વ્યક્ત કર્યો છે. તો બીજી બાજુ કોંગ્રેસે પણ ઓછામાં ઓછી 12 થી 15 બેઠકો પર જીતનો મદાર રાખ્યો છે. જો કે મતદાનના આંકડા જાહેર થતા સૌથી વધુ આદિવાસી વિસ્તારોમાં મતદાન થતા રાજકીય પક્ષો ચિંતામાં મુકાયા છે.
દરમિયાન રાજ્યમાં ઘણા જગ્યાએ ઇવીએમ ખોટકાયાની ફરિયાદો ઉઠી હતી. ચૂંટણી અધિકારીઓ તરફથી ખોટકાયેલા ઇવીએમને તાત્કાલિક ધોરણે બદલવામાં આવ્યા હતા. એ જ રીતે મતદાનની ગુપ્તતા ન જળવાય અને જે તે પક્ષના ઉમેદવારોને વોટ આપતા ફોટા અને વીડિયો પણ સોશીયલ મીડિયામાં વાયરલ થયા હતા જેની સંખ્યાબંધ ફરિયાદો ચૂંટણી પંચ સમક્ષ થવા પામી છે. ઘણા મથકો પર તો ચૂંટણી પંચના ઉપલા અધિકારીઓ દ્વારા રીપોર્ટસની માગણી પણ કરવામાં આવી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer