વારાણસીથી ચૂંટણી લડવાનો નિર્ણય પક્ષ ઉપર નિર્ભર : પ્રિયંકા ગાંધી

વારાણસીથી ચૂંટણી લડવાનો નિર્ણય પક્ષ ઉપર નિર્ભર : પ્રિયંકા ગાંધી
નવી દિલ્હી, તા. 23 : વારાણસીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે પ્રિયંકા ગાંધી ચૂંટણી લડશે કે કેમ એવી અટકળો અને રહસ્ય વચ્ચે ખુદ પ્રિયંકાએ આજે જણાવ્યું હતું કે, તેઓ આ સંબંધમાં પક્ષના નિર્ણયને અનુસરશે. વારાણસીમાં 19 મેના લોકસભાની ચૂંટણીનું મતદાન થશે.
‘મેં વારંવાર કહ્યું છે કે, પક્ષ મને જે કરવાનું કહેશે તે હું કરીશ. લોકો ત્રસ્ત છે અને પરિવર્તન ઇચ્છે છે’ એમ પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું. રસપ્રદ બાબત એ છે કે, વારાણસીમાં નરેન્દ્ર મોદી સામે સપા-બસપાએ શાલિની યાદવને ઉતારવાનો સોમવારે નિર્ણય લીધા બાદ પ્રિયંકાએ આ ટિપ્પણી કરી હતી અને આમ એક રીતે જોઇએ તો આ બેઠક પર પ્રિયંકા ગાંધીના ચૂંટણી લડવા સામે સવાલ મુકાઈ ગયો છે. સોમવારે સમાજવાદી પાર્ટીએ કૉંગ્રેસના ભૂતપૂર્વ ધારાશાત્રીની વહુ શાલિની યાદવને વારાણસીમાંથી ઊભાં રાખવાની જાહેરાત કરી હતી. અગાઉ શાલિની વારાણસીમાંથી મેયરની ચૂંટણી લડયાં હતાં.
માયાવતી-અખિલેશના ગઠબંધને વારાણસીમાં ઉમેદવાર ઊભો રાખતા પ્રિયંકાની ઉમેદવારી માટે મુશ્કેલીઓ ઊભી થઈ છે. કારણ કે મોદીનો મુકાબલો કરવો હોય તો તમામ વિપક્ષોનો ટેકો જરૂરી બને છે.
2014માં કૉંગ્રેસે વડા પ્રધાન સામે વારાણસીમાંથી અજય રાયને ઊભા રાખ્યા હતા. અજય રાય ત્રીજા આવ્યા હતા

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer