ગુરદાસપુરથી ભાજપનો ઉમેદવાર સન્ની દેઓલ

ગુરદાસપુરથી ભાજપનો ઉમેદવાર સન્ની દેઓલ
ભાજપમાં જોડાવા સાથે જ મળી ટિકિટ : કહ્યું, પિતા અટલજી સાથે અને હું મોદીજી સાથે જોડાયો
નવી દિલ્હી, તા. 23: બોલિવૂડ અભિનેતા સન્ની દેઉલ આજે ભાજપમાં જોડાયો હતો અને તેણે જણાવ્યુ હતું કે નરેન્દ્ર મોદી ફરી વડા પ્રધાન બને તે ભારત માટે જરૂરી છે. જે રીતે મારા પિતા ધર્મેન્દ્ર અટલજી સાથે જોડાયા હતા, આજે હું મોદીજી સાથે જોડાયો છું એમ કહી સન્નીએ ઉમેર્યુ હતું કે આ કુટુંબ (ભાજપ) માટે જે કંઈ કરી શકીશ તે કરીશ..હું બોલીને નહીં બતાવું, મારું કામ બોલશે. આ સાથે ભાજપે સાંજે સન્ની દેઓલને પંજાબના ગુરદાસપુરથી ટિકિટ આપી હતી. જ્યારે કિરણ ખેરને ચંદીગઢથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.  સન્નીને ભાજપમાં આવકારતાં પક્ષના સીનિયર નેતા નિર્મલા સીતારામને જણાવ્યુ હતું કે ‘એક ફાયર-બ્રાન્ડ અને સક્ષમ નેતા પક્ષમાં આવ્યાથી રાજી થઈ છું. પક્ષમાં સન્નીનો પ્રવેશ મને બોર્ડર ફિલ્મની યાદ અપાવે છે જેમાં પણ દેશ પરત્વેની તેની લાગણી પડઘાતી જોવા મળે છે.’

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer