એવેન્જર્સ એન્ડગેમની ભારતમાં 1 દિવસમાં 10 લાખ ટિકિટ વેંચાઇ

એવેન્જર્સ એન્ડગેમની ભારતમાં 1 દિવસમાં 10 લાખ ટિકિટ વેંચાઇ
શુક્રવારે રીલિઝ થનાર હોલિવૂડની આ ફિલ્મને બમ્પર ઓપનિંગ મળશે
હોલિવૂડની સુપરહિરોની ફિલ્મ માર્વલ સિરિઝનો ભારતમાં બહુ ક્રેઝ છે. આ સિરિઝની નવી ફિલ્મ એવેન્જર્સ એન્ડગેમ ભારતમાં અંગ્રેજી, હિન્દી, તમિલ અને તેલૂગુ ભાષામાં 26 એપ્રિલે બે હાજાર ક્રીન પર  રીલિઝ થવાની છે.
આ ફિલ્મનું એટલું બધું આકર્ષણ છે કે, મુંબઈ સહિતના કેટલાક મલ્ટીપ્લેક્સમાં 24 કલાક ના શો રાખવામાં આવ્યા છે. એવેન્જર્સ એન્ડગેમનું બૂકીંગ ઓપન થવાની સાથે જ એક દિવસમાં 10 લાખ ટિકિટ વેંચાઇ ગઇ છે. જે એક રેકોર્ડ છે. પ્રતિ સેકેન્ડ 18 ટિકિટ બૂક થઇ છે. બુકમાયશો વેબસાઇટના અધિકારી આશિષ સકસેનાએ જણાવ્યું કે એવેન્જર્સ એડગેમ ભારતમાં બોકસ ઓફિસના તમામ રેકોર્ડ તોડી નાંખશે. કારણ કે બમ્પર બૂકીંગ થઇ રહયું છે. એવેન્જર્સ એન્ડગેમ માર્વલ સિનેમેટિક યુનિવર્સની 22મી ફિલ્મ છે.
જે કેપ્ટન માર્વલ બાદ રીલિઝ થઇ રહી છે. એક અંદાજ અનુસાર ભારતમાં આ ફિલ્મ સૌથી વધુ કમાણી કરનાર વિદેશી ફિલ્મ બની શકે છે.  કરણ જોહરની ફિલ્મ બિગ બજેટની ફિલ્મ કલંબના ટિકિટબારી પર ડબ્બાડૂલ થઇ ગયા છે. આથી આ શુક્રવારે રીલિઝ થનાર એવેન્જર્સ એન્ડગેમને બમ્પર ઓપનિંગ મળવાની પૂરી સંભાવાના છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer