શ્રીરામના જન્મોત્સવને વધાવતા નગરજનો

શ્રીરામના જન્મોત્સવને વધાવતા નગરજનો

ભગવાન શ્રીરામના જન્મોત્સવની ઉજવણીમાં આજે સમગ્ર શહેરમાં કેસરિયો માહોલ થયો હતો. શોભાયાત્રાના રૂટ પર લાઈટીંગ, ધજા, પતાકા તથા બેનરો દ્વારા શહેરને શણગારવામાં આવ્યું હતુ. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજીત શોભાયાત્રાનું શહેરની રામાપીર ચોકડી ખાતેથી અને પંચનાથ મંદિર ખાતેથી પ્રસ્થાન થયું હતું. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા આયોજીત શોભાયાત્રાનું શહેરના કોઠારિયાના રણુજા મંદિર ખાતેથી પ્રસ્થાન થયું હતુ. આ વિશાળ શોભાયાત્રાઓમાં વિશાળ સંખ્યામાં રામભક્તો જોડાયા હતા. વિવિધ ફ્લોટ્સ અને વાહનો સાથે આ શોભાયાત્રા શહેના વિવિધ માર્ગો પર ફરી હતી. આ ઉપરાંત શહેરના રામનગરમાં આવેલા રામ મંદિર ખાતે શ્રીરામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નાના બાળકને રામ લલ્લાનું સ્વરૂપ આપવામાં આવ્યું હતું અને ઉપસ્થિત ભક્તજનોએ રામ લલ્લાને લાડ લડાવવાનો લ્હાવો લીધો હતો.(નીશુ કાચા)

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer