ભાજપનું ‘મૈ ભી ચોકીદાર’ કેમ્પેઈન, મુખ્યમંત્રીના ભરચક્ક કાર્યક્રમો

ભાજપનું ‘મૈ ભી ચોકીદાર’ કેમ્પેઈન, મુખ્યમંત્રીના ભરચક્ક કાર્યક્રમો
લોકસભાની ચૂંટણી અન્વયે ભાજપ દ્વારા ‘મૈ ભી ચોકીદાર’ કેમ્પેઈન ચલાવવામાં આવી રહ્યું છે. જેના ભાગ રૂપે આજરોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં શહેરના હેમુગઢવી હોલ ખાતે ‘મૈ ભી ચોકીદાર’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ચોકીદાર, સિક્યુરિટીનાં કામકાજ સાથે સંકળાયેલા કર્મયોગીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત હરિ જયંતી નિમિત્તે કાલાવડ રોડ પર બીએપીએસ મંદિરમાં મુખ્યમંત્રીએ નિલકંઠવર્ણીને અભિષેક કર્યો હતો. આ તકે યુવા સંમેલનનું પણ આયોજન કરાયું હતું. જેમાં વિશાળ
સંખ્યામાં યુવાઓએ હાજરી આપી હતી. કાર્યક્રમમાં મુખ્યમંત્રીની હાજરીમાં કોંગ્રેસના કેટલાક કાર્યકરોએ ભાજપનો કેસરીયો ખેસ ધારણ કર્યો હતો. તદુપરાંત આજે 14મી
એપ્રિલ ડો. આંબેડકર જયંતી નિમિત્તે સિવિલ હોસ્પિટલ ચોકમાં ડો. બાબાસાહેબની પ્રતિમાને મુખ્યમંત્રીએ ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાસુમન પાઠવ્યા હતા. આજરોજ રાજકોટ ખાતે મુખ્યમંત્રીનો કાર્યક્રમ ભરચક્ક રહ્યો હતો. (નિશુ કાચા)

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer