યુપી : બીજા ચરણમાં માયા-મોદી વચ્ચે સીધો જંગ

યુપી : બીજા ચરણમાં માયા-મોદી વચ્ચે સીધો જંગ
નગીના, અમરોહા, બુલંદશહેર, આગરા, અલીગઢ અને ફતેપુર સિકરી સીટ પર બસપના ઉમેદવાર
મેરઠ, તા. 14: લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં પશ્ચિમી ઉત્તરપ્રદેશની આઠ લોકસભા સીટ પર ગુરુવારના દિવસે બીજા તબક્કામાં મતદાન થનાર છે. આમાથી છ સીટો પર બસપના વડા માયાવતી અને વડાપ્રધન નરેદ્ર મોદી વચ્ચે સીધી સ્પર્ધા રહેનાર છે. ગઠબંધન હેઠળ નગીના, અમરોહા, બુલંદ શહેર, અલીગઢ, આગરા અને ફતેપુરસિકરી સીટ પર બસપના ઉમેદવાર મેદાનમાં છે જ્યારે હાથરસ સીટ પર સમાજવાદી પાર્ટના ઉમેદવાર મેદાનમાં છે. આવી જ રીતે મથુરા સીટ પર આરએલડીના ઉમેદવાર મેદાનમાં છે. ગૌહત્યાને લઇને આશંકા બાદ હિંસા ભડકી ઉઠયા બાદ આ અનામત બેઠક પર બસપના યોગેશ વર્મા, ભાજપના વર્તમાન સાંસદ ભોલા સિંહ અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બંસાસિંહ વચ્ચે સીધી સ્પર્ધા છે. આ સીટ ઉપર કુલ 17 લાખથી વધારે મતદારો છે. જેમાંથી આશરે 77 ટકા હિન્દુ અને 22 ટકા મુસ્લિમ વસતીના લોકો છે. બસપ અને ભાજપ વચ્ચે સીધી સ્પર્ધા ધનાર છે. સાંસદ ભોલાસિંહને લઇને આ વિસ્તારના લોકો નાખુશ દેખાઈ રહ્યા છે. તેઓ મોદીના નામ ઉપર મત માંગી રહ્યા છે જ્યારે યોગેશ વર્મા દલિત-મુસ્લિમ સમીકરણ અને ગઠબંધનના આધાર પર જીત મેળવવાની આશા ધરાવે છે. અલીગઢ, ફતેપુર સિકરી, આગરા, અમરોહાની બેઠક ઉપર બંને પાર્ટીઓ વચ્ચે જોરદાર સ્પર્ધા થનાર છે. અલીગઢમાં ભાજપે વર્તમાન સાંસદ સતીષ ગૌત્તમ અને બહુજન સમાજ પાર્ટીએ અજિત બાલિયાનને ટિકિટ આપી છે. કોંગ્રેસ પાર્ટી તરફથી ચૌધરી  વિજેદ્રાસિંહ ચૂંટણી મેદાનમાં છે. ફતેપુર સિકરીમાં ભાજપ તરફથી રાજકુમાર ચાહર અને બહુજન સમાજ પાર્ટીના ગુડ્ડુ પંડિત વચ્ચે સ્પર્ધા છે. કોંગ્રેસ તરફથી પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બર મેદાનમાં હોવાથી આ સીટ પર સ્પર્ધા તીવ્ર બની ગઈ છે. ભાજપે સાંસદ બાબુલાલની ટિકિટ કાપી નાંખી છે અને નવા ચહેરાને ટિકિટ આપી છે.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer