પોરબંદરમાં યુવતીએ ભાગીને લગ્ન કરી લેતા કાર-મકાનમાં તોડફોડ

ત્રણ શખસ સામે નોંધાતો ગુનો
પોરબંદર, તા.14 : પોરબંદરમાં ચોપાટી પાસે લોર્ડસ હોટલ સામે રહેતા હેતલબેન હિરેન મસાણી નામની મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે રવિ નામના યુવાનના સંબંધી કેશુ બોખીરિયાની પુત્રી નિશાએ કોઈ સાથે ભાગી જઈને લગ્ન કરી લીધા હતા અને લગ્ન કરનાર નિશા હેતલના કાકાના દીકરાની પતની રુક્ષાત મસાણીની બહેનપણી થતી હતી અને લગ્ન
કરાવવામાં  હેતલના કાકાના દીકરા રીન્કુ ઉર્ફે રીષીત મસાણી અને તેની પત્ની રુક્ષાત મસાણીનો હાથ હોવાની શંકાએ  રવિ અને બે અજાણ્યા શખસો હેતલના ઘેર આવ્યા હતા અને ઘર પાસે પાર્ક કરેલી કારમાં ધોકાના ઘા ઝીંકી તોડફોડ કરી રૂ.પ0 હજારનું નુકશાન કરી નાસી છૂટયા હતા. આ અંગે પોલીસે ત્રણ શખસો વિરૂધ્ધ ગુનો  નોંધ્યો હતો.
તેમજ ઉદ્યોગનગરના આશાપુરા ચોકમાં આવેલ ગાંધીપાર્કમાં રહેતા ચીમન ગોવિંદ મસાણીએ પણ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે નિલેષ ઘેલા બોખીરિયા નામના જ્યુબેલીમાં રહેતા શખસના કુટુંબી કેશુભાઈની પુત્રી કોઈની સાથે ભાગી ગઈ હોય જેમાં ચીમનના દીકરા નીશીતનો હાથ હોવાની શંકા રાખીને નિલેષ ઘેલા બોખીરિયા અને રવિ નામના બન્ને શખસો ચીમનના ઘેર ગયા હતા અને ચીમન તથા પ્રફૂલ્લાબેન સાથે ઝઘડો કરી મારી નાખવાની ધમકી આપી ધોકા વડે મકાનમાં તોડફોડ કરી રૂ.1પ00નું નુકશાન કરી નાસી છૂટયા હતા.પોલીસે બન્ને શખસો વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer