ધનસુરા પાસે ટ્રક અડફેટે બાઈક ચડી જતા યુવાનનું મૃત્યુ : એક ઘાયલ

ધનસુરા પાસે ટ્રક અડફેટે બાઈક ચડી જતા યુવાનનું મૃત્યુ : એક ઘાયલ
મોડાસા, તા.14 : ખેડા જિલ્લાના ઉમરેઠ ગામે રહેતો ઘનશ્યામ બાબુભાઈ કાછીયા અને નટવર શંકરભાઈ કાછીયા નામના બન્ને યુવાનો બાઈક લઈને ધનસુરા સામાજિક પ્રસંગમાં હાજરી આપવા  અને સંબંધીને મળવા નીકળ્યા હતા. દરમિયાન ધનસુરા-માલપુર ત્રણ રસ્તા પર પહોંચ્યા હતા ત્યારે બાયડ તરફથી આવતા ટ્રકે બાઈક અડફેટે બન્ને યુવાનો ફંગોળાયા હતા અને બાઈકમાં પાછળ બેઠેલા નટવરભાઈ શંકરભાઈ કાછીયાનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે ઘનશ્યામ કાછીયાને ઈજા થવાથી હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસે ટ્રક રેઢો મુકી નાસી છૂટેલા ચાલક વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer