તળાજામાં 6 દી’માં 3 ગાયના મોત

તળાજામાં 6 દી’માં 3 ગાયના મોત
 ખાદ્ય પદાર્થો કાર્બનથી પકાવીને જાહેરમાં ફેંકીને પશુઓ અને માનવજીવ સાથે ચેડાં
તળાજા,તા.14 : શહેરમાં ભરપુર રીતે કાર્બનનો ઉપયોગ થઇ રહ્યો છે. જાહેરમાં કાર્બન ફેંકવાથી અગાઉ ગાયોના મોત થયા બાદ છેલ્લા છ દિવસમાં કાર્બન ખાવાથી વધુ ત્રણ ગાયોના મોત થયા હોય જીવદયા પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા બેજવાબદારી દાખવનાર વિરૂધ્ધ કડક હાથે કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. તળાજા નગરમાં મનુષ્ય અને અબોલ જીવના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે. ફ્રૂટ જેવા ખાદ્ય પદાર્થોમાં અખાદ્ય કાર્બન નાખીને તેમ છતાંય જવાબદાર પ્રશાસન આંખ આડા કાન કરી રહ્યું છે. તેનો ભોગ જાણતા અજાણતામાં માનવ અને પશુઓ બની રહ્યા છે.
ગૌવંશને બચાવવાનું અવિરત પણે કામગીરી કરતા નિર્મિત મહેતાના જણાવ્યા પ્રમાણે છેલ્લા છ દિવસમાં ત્રણ ગાય કાર્બન ખાઇને મોતને ભેટી છે. જાહેરમાં ફેંકાતા કાર્બન ખાઇને છૂટું મુકતું ગૌવંશ મોતને ભેટતા જીવદયા પ્રેમીઓમાં રોષ ફેલાયો છે.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer