રીવાબાના ભાજપ પ્રવેશ બાદ ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પિતા અને બહેન કોંગ્રેસમાં જોડાયા

જામનગરનાં કાલાવડમાં કોંગ્રેસની સભામાં ખેસ પહેર્યો
જામનગર, તા.14 : જાણીતા ઓલ રાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પિતા અનિરૂધ્ધસિંહ જાડેજા અને તેના બહેન નયનાબા જાડેજા આજે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા હતાં.
જામનગર જિલ્લાના કાલાવડમાં આજે યોજાયેલી કોંગ્રેસની જાહેર સભામાં અનિરૂધ્ધસિંહ જાડેજા અને નયનાબા જાડેજાએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. આ સમયે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ જે.ટી.પટેલ, શહેર પ્રમુખ ગિરીશ અમેથિયા, છારાસભ્યો વિક્રમ માડમ, પ્રવીણ મુછડિયા, લોકસભા ચૂંટણીના ઉમેદવાર મુળુભાઇ કંડોરિયા ઉપરાંત પાટીદાર યુવા અગ્રણી હાર્દિક પટેલ પણ હાજર રહ્યાં હતાં.
 અહીં એ ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાએ જામનગરમાં એક કાર્યક્રમમાં વિધિવત રીતે ભાજપમાં પ્રવેશ કર્યો હતો.
રવિન્દ્ર જાડેજાના પરિવારમાં તેમના પત્ની એક પક્ષમાં અને તેના પિતા તથા બહેન બીજા પક્ષમાં જોડાતા આ બાબતો રાજકીય વર્તુળોમાં ચર્ચાસ્પદ બની છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer