હાર્દિક કોંગ્રેસનો સ્ટાર પ્રચારક: હેલિકોપ્ટર ફાળવ્યું

ગુજરાતમાં રાહુલ, પ્રિયંકા બાદ ત્રીજા નંબરનો પ્રચારક: 7 દિવસમાં 50 રેલી સંબોધશે
અમદાવાદ, તા.14: પાટીદારો માટે અનામતની માગણી કરીને રાતોરાત લાઇમલાઇટમાં આવી જનાર હાર્દિક પટેલ હવે કોંગ્રેસનો સ્ટાર પ્રચારક બની ગયો છે. કોંગ્રેસમાં રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા બાદ હાર્દિક પટેલ ગુજરાતમાં ત્રીજા નંબરનો સ્ટાર પ્રચારક બની ગયો છે. હાલમાં કોંગ્રેસે તેને ચૂંટણી પ્રચાર કરવા માટે હોલિકોપ્ટર ફાળવ્યું છે. હાર્દિક પટેલે 7 દિવસમાં 50 રેલીઓ સંબોધશે એમ કોંગ્રેસના સૂત્રો કહી રહ્યા છે.
મહત્વનું છે કે, જામનગર વિધાનસભાની ત્રણ બેઠક પર હાર્દિક પટેલ અમદાવાદથી રાજકોટ હેલિકોપ્ટરમાં આવ્યો હતો.  રાજકોટ એરપોર્ટથી તે કાલાવડ સભા માટે બાય રોડ કારમાં  ગયો હતો. હાર્દિક  પટેલ પાસે પહેલા ફોર્ચ્યુન કાર હતી તેમાંથી સીધો હોલિકોપ્ટરમાં આવતા જ હાલ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
અહીં નોંધવું ઘટે કે, હાર્દિક પટેલ ગત 12 માર્ચના રોજ અમદાવાદમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયો હતો અને ગણતરીના દિવસોમાં તેને સ્ટાર પ્રચારકની યાદીમાં સમાવી લેવાયો હાર્દિક કોંગ્રેસના સ્ટાર પ્રચારક તરીકે ગુજરાત ઉપરાંત ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ ચૂંટણી સભાઓ ગજવશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer