સત્તાવાર રીતે સિંગલ બન્યા બ્રાડ પિટ અને એન્જેલીના

સત્તાવાર રીતે સિંગલ બન્યા બ્રાડ પિટ અને એન્જેલીના
અભિનેતા બ્રાડ પીટ અને એન્જેલિના જોલીએ તલાક માટે અરજી કરી તેને લગભવ બે વર્ષ જેટલો સમય વિતી ચૂક્યો છે. હવે આ મામલે કોર્ટના આદેશ બાદ બન્ને કલાકારો સત્તાવાર રીતે અલગ પડયા છે. જો કે હજી પણ બ્રાડ પીટ અને અને એન્જેલીના વચ્ચે ડિવોર્સ સેટલમેન્ટ પૂરૂ થયું નથી.
જોલી અને પીટની પહેલી મુલાકાત 2005માં ફિલ્મ મિસ્ટર એન્ડ મિસેઝ સ્મિથના શુટિંગ દરમિયાન થઈ હતી અને બન્નેએ 2014મા લગ્ન કર્યા હતા. ત્યારબાદ 2016માં જોલીએ પીટ સાથે ઘણા મતભેદ હોવાનું નિવેદન આપીને તલાક માટેની અરજી કરી હતી. વધુમાં એન્જેલિનાએ પીટ ઉપર પુત્ર મેડોક્સ સાથે દુર્વ્યવહાર કર્યાનો આરોપ પણ મુક્યો હતો. જોલી અને પીટના કુલ 6 બાળકો છે. આ અગાઉ એન્જેલીના જોલીએ એમ પણ કહ્યું હતું કે, બ્રાડ પીટ બાળકોનું ખાસ ધ્યાન રાખતો નહોતો અને એક બેદરકાર પિતા છે. જેના જવાબમાં પીટે કહ્યું હતું કે, જોલીને ઘર ખરીદવા માટે 8 મિલિયન યુએસ ડોલરના લોન માટે અરજી કરી હતી. બ્રાડ પિટ અન્ય મહિલાઓ સાથે ડેટ કરતો હોવાની પણ કથિત ચર્ચાઓ સામે આવી હતી. હવે કહેવાઇ રહ્યંy છે કે બ્રાડ પિટ એમઆઈટીની પ્રોફેસર નેરી ઓક્સમનને ડેટ કરી રહ્યો છે જો કે તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.       

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer