બોક્સ ઓફિસ ઉપર તાશકંદ ફાઈલ્સની ધીમી શરૂઆત

બોક્સ ઓફિસ ઉપર તાશકંદ ફાઈલ્સની ધીમી શરૂઆત
મલ્ટીસ્ટારર ફિલ્મ ધ તાશકંદ ફાઈલ્સ 12 એપ્રિલના રોજ સિનેમાઘરોમાં રિલિઝ થઈ ગઈ છે. વિવકે અગ્નિહોત્રીના નિર્દેશનમાં બનેલી ફિલ્મમાં ક્રિન પ્લે અને પ્રોડક્શન ખુદ વિવેક અગ્નિહોત્રીએ  કર્યું છે. આ ભારતની પહેલી ક્રાઉડ સોર્સ ઈન્ફોર્મેશન આધારીત ફિલ્મ છે. આ ફિલ્મની વાર્તા ભારતના બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના રહસ્યમયી મૃત્યુ ઉપર આધારિત છે. ફિલ્મની આવકની વાત કરીએ તો ફિલ્મની ખુબ ધીમી શરૂઆત થઈ છે. શુક્રવારે ફિલ્મે માત્ર 36 લાખ રૂપિયાની આવક કરી હતી. જો કે બીજા દિવસે આવકમાં ઉછાળો આવ્યો હતો અને આવકનો આંકડો 70 લાખ રૂપિયા થયો હતો. અત્યારસુધીમાં ફિલ્મની કુલ કમાણી 1.6 કરોડ રૂપિયા થઈ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer