બ્રેકઅપના કારણે કારકિર્દી આગળ ધપાવવાનો જુસ્સો મળ્યો : નોરા ફતેહી

બ્રેકઅપના કારણે કારકિર્દી આગળ ધપાવવાનો જુસ્સો મળ્યો : નોરા ફતેહી
અંગદ બેદી સાથેના સંબંધો તૂટયાના લાંબા સમય બાદ નોરાએ અનુભવ વર્ણવ્યો જ્યારે દિલબર દિલબર ગર્લ નોરા ફતેહી અને અંગદ બેદી વચ્ચે બ્રેકઅપ થયું ત્યારે તમામ લોકો હેરાન થઈ ગયા હતા. આ બન્ને જોડી ચાહકોને ખૂબ પસંદ આવતી હતી પરંતુ બાદમાં બન્નેના સંબંધોમાં તિરાડ પડી ગઈ હતી. 2018માં અંગદ બેદીએ નેહા ધૂપિયા સાથે લગ્ન પણ કરી લીધા છે. ત્યારે હવે નોરા ફતેહીએ પોતાના સંબંધ અંગે નિવેદન આપ્યું છે. નોરા ફતેહીએ કહ્યું હતું કે, દરેક યુવતીના જીવનમાં એક વખત આવો સમય આવે છે જે મારા માટે વધુ કઠોર હતો. કારણ કે મને સંબંધ તૂટવાનો અનુભવ થવાની કોઈ આશા નહોતી અને આ સમયમાં પોતે એકદમ તૂટી ચૂકી હતી તેમ  નોરા ફતેહીએ ઉમેર્યું હતું. નોરાએ પોતાની વાત આગળ વધારતા કહ્યું હતું કે, બ્રેકઅપના બે મહિના સુધી કંઈપણ કામ કરવાની ઈચ્છતા થતી નહોતી અને કારકિર્દીને લઈને પણ તમામ આશા અને સપના ગુમાવી દીધા હતા. જો કે બ્રેકઅપના અનુભવે જ કારકિર્દીમાં આગળ વધવાનો જુસ્સો પાછો આપ્યો હતો.  એક સમયે એવો વિચાર આવ્યો હતો કે કામ કરીને આગળ વધવું છે અને દરેક લોકોને ખોટા સાબિત કરવા છે. આ વિચાર બાદ કારકિર્દીને લઈને ગંભીર બનીને કામ કરવાનું શરૂ કર્યું હતું. જેના કારણે હવે બ્રેકઅપ ઉપર વધુ પસ્તાવો થતો નથી. કારણ કે તેને લીધે જ કારકિર્દી બનાવવાને લઈને જુસ્સો પેદા થયો છે. આગામી સમયમાં નોરા ફતેહી બાટલા હાઉસ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં જોન અબ્રાહમ, રવિ કિશન, પ્રકાશ રાજ અને મૃણાલ ઠાકુર સહિતના કલાકારો મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મ નિખિલ અડવાણીના નિર્દેશનમાં બની રહી છે અને 15 ઓગષ્ટના રોજ સિનેમાઘરોમાં રિલિઝ થશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer