કાશ્મીરમાં પુલવામા સ્ટાઈલ વધુ એક આતંકી હુમલાનો ખતરો

કાશ્મીરમાં પુલવામા સ્ટાઈલ વધુ એક આતંકી હુમલાનો ખતરો
ગુપ્તચર ચેતવણીને પગલે સુરક્ષાદળો વધુ સતર્ક

શ્રીનગર, તા.14 : પુલવામાની તર્જ ઉપર આતંકવાદીઓ વધુ કોઈ મોટા હુમલાને અંજામ આપે તેવી ચેતવણી ગુપ્તચર એજન્સીઓ દ્વારા આપવામાં આવી છે. આ ચેતવણી અનુસાર આતંકવાદીઓ આ વખતે હુમલો કરવાં મોટરકાર નહીં પણ મોટરસાઈકલનો ઉપયોગ કરે તેવી સંભાવના છે.
ગુપ્તચર તંત્રને મળેલી બાતમીઓ અનુસાર આતંકવાદીઓ રિમોટ સંચાલિત બોમ્બથી નેશનલ હાઈવે ઉપર ધડાકો કરી શકે છે. આ ચેતવણીને પગલે કાશ્મીરમાં નેશનલ હાઈવે ઉપર સુરક્ષા દળોની કોઈપણ પ્રકારની હેરફેર માટે સુરક્ષા જાપ્તો મજબૂત બનાવવા અને દળોને વધુ સતર્ક રહેવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer