કોટડાસાંગાણીમાં કગથરાની જીભ લપસી; અભદ્ર ભાષા પ્રયોગ

કોટડાસાંગાણીમાં કગથરાની જીભ લપસી; અભદ્ર ભાષા પ્રયોગ
કોટડાસાંગાણી, તા.14: તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રચાર અર્થે આવેલા કોંગ્રેસના લોકસભા ઉમેદવાર લલિત કગથરાએ પોતાનાં પ્રવચન દરમિયાન ભાજપના નેતાઓ વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા વિવાદનો મધપૂડો છેડાયો છે અને હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષો અને ઉમેદવારો જોરજોરથી પ્રચાર કરી રહ્યા છે ત્યારે સભાને સંબોધતી વેળાએ અનેક નેતાઓની જીભ લપસવાની ઘટના સામે આવતી હોય છે ત્યારે કોટડા સાંગાણી તાલુકામાં પ્રચાર અર્થે આવેલા કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરા પોતાનાં ભાષણ દરમિયાન ભાજપના નેતાઓ પર નિશાન તાકિ અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા વિવાદમાં ફસાયા છે.
 લલિત કગથરાએ પોતાના પ્રવચન દરમિયાન ભાજપના નેતાઓ પર કટાક્ષ કરતા પ્રવચન જણાવેલું કે ખેતી અને ગામડાઓ માટે આ ભાજપ નથી ભાજપ આપણું છે નહીં અને થવાનું નથી. તમારી કોઈની ચિંતા નથી, ખેતીની ચિંતા નથી માત્ર ઉદ્યોગોની વાતો કરે છે એટલે સાવ કાઠિયાવાડી ભાષામાં કહીએ તો “હલકટ અમે ખોટીના’’ છે ફાંકા જ મારવા છે. કાંઈ ગરીબ માણસ સામું જોવું નથી. 
આમ ભાજપના નેતાઓ પ્રત્યે હલકટ જોવો પ્રયોગ થતાં કાર્યકરોમાં રોષ ફેલાયો છે. આ અંગે તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ સિંધવ દ્વારા ચૂંટણી પંચમાં જાણ કરી હતી અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરનાર લલિત કગથરા સામે પગલાં લેવાની માંગ કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer