સુરેશ રૈના બનાવી શકે છે કેચની સદી

સુરેશ રૈના બનાવી શકે છે કેચની સદી
નવી દિલ્હી, તા. 14 : આઈપીએલમાં સુરેશ રૈનાનો રેકોર્ડ શાનદાર છે. તે આઈપીએલમાં સૌથી વધુ મેચ રમનારા ખેલાડી ઉપર રન બનાવવાના મામલામાં પણ વિરાટ કોહલી પછી બીજા ક્રમાંકે છે. પરંતુ રૈના પોતાના નામે ફીલ્ડિંગનો વધુ એક રેકોર્ડ નોંધાવી શકે છે. રૈનાના નામે આઈપીએલમાં કુલ 99 કેચ નોંધાયા છે અને હવે એક કેચ સાથે જ સદી ફટકારશે. રૈના આઈપીએલમાં સૌથી વધુ કેચ પકડનારા ખેલાડીઓમાં ટોચ ઉપર છે. આઈપીએલમાં રૈનાએ ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત લાયન્સ માટે કુલ 183 મેચ રમ્યા છે. આઈપીએલમાં સૌથી વધુ કેચ કરનારા ખેલાડીઓમાં રૈના બાદ રોહિત શર્માનું નામ આવે છે. જેણે 179 મેચમાં 81 કેચ કર્યા છે. જ્યારે ડી વિલિયર્સે 79 અને પોલાર્ડે 77 કેચ કર્યા છે.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer