આમિરની નવી ફિલ્મ: લાલસિંહ ચઢ્ઢા: 54મા જન્મદિને જાહેરાત

આમિરની નવી ફિલ્મ: લાલસિંહ ચઢ્ઢા: 54મા જન્મદિને જાહેરાત
બોલિવૂડનો મિ. પરફેકનિસ્ટ આમિર ખાને આજે તેનો પ4મો જન્મદિન સાદગીથી અને મીડિયાની હાજરીમાં પત્ની કિરણ રાવની સંગાથે ઉજવ્યો હતો. જન્મદિનના ખાસ મોકા પર આમિરે તેની નવી ફિલ્મ જાહેર કરી  છે. આમિરે કહયું છે કે તેની નવી ફિલ્મ હોલિવૂડની ફિલ્મ ફોરેસ્ટ ગંપની રીમેક હશે. આ ફિલ્મનું નામ લાલસિંહ ચઢ્ઢા હશે. આમિર ખાન લીડ રોલમાં હશે. ફોરેસ્ટ ગંપમાં મશહૂર એકટર ટોમ હેંકસએ મુખ્ય પાત્ર ભજવ્યું હતું. હિન્દી રીમેકનું દિગ્દર્શન અદ્રેત ચંદનને સોંપાયું છે. જે આમિરની ફિલ્મ સીક્રેટ સુપરસ્ટારનું નિર્દેશન સફળ રીતે કરી ચૂકયા છે. આમિરે જન્મદિનના મોકા પર કહયું છે કે તેની નવી ફિલ્મ લાલસિંહ ચઢ્ઢાનું શુટીંગ ઓકટોબરમાં શરૂ કરાશે. આ માટે આમિર તેનું વજન ઓછું કરી રહયો છે. બાકીના કલાકારો પર આમિરે કહયું કે હજુ એ ફાઇનલ થયું નથી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer