સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા આજથી આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનો પ્રારંભ

વિદેશના ગ્રાહકોની ઉપસ્થિતિમાં વિવિધ પ્રકારના 10 સેમિનારનું આયોજન

રાજકોટ: સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા તા. 11 થી 15 આંતરરાષ્ટ્રિય વેપાર મેળાનું આયોજન એનએસઆઇસી ગ્રાઉન્ડ, આજી વસાહત, અમુલ સર્કલ, 80 ફીટ રોડ રાજકોટ ખાતે કરાયું છે.
મેળાનું ઉદ્ઘાટન તા. 11ને સોમવારે સવારે 10 કલાકે મહેમાનોની ઉપસ્થિતિમાં થશે. આ વેપાર મેળામાં વિદેશથી પણ ગ્રાહકો ઉપસ્થિત રહેશે. આ વેપાર મેળામાં વિવિધ પ્રકારના 10 સેમિનાર પણ યોજાશે.
જેમાં 1: આર્કીટેક, સ્ટ્રકચરલ એન્જીનીયર્સ, કોન્ટ્રાકટર્સ અને બિલ્ડર્સ માટે આફ્રિકામાં તકો તા. 11ના બપોરે 2 થી 4 યોજાશે. 2: આફ્રિકા- અફઘાનિસ્તાન- કંબોડીયા અને બાંગ્લાદેશમાં વેપારની તકો તા. 11ના સાંજે 4.30 થી 6.30, 3: વિઝા પ્રોસેસ ઉપર યુકેના ડેપ્યુટી હાઇ કમિશનરના પૂર્વ સલાહકાર અને વિષયના નિષ્ણાંત દિગંત સોમપુરાનો સેમિનાર તા. 12 સમય સવારે 10 થી 11, 4: ભારતમાં વુમન એન્ટરપ્રિન્યોર શિપ અને આફ્રિકામાં વિશેષ પ્રમાણમાં વુમન એન્ટરપ્રિન્યોર શિપ અંગે સેમિનાર તા. 12ના બપોરે 3 થી 6, 5: આફ્રિકામાં બિઝનેશની તકો તા. 13ના સવારે 10 થી 1, 6: યંગ એન્ટરપ્રિન્યોર, સ્ટાર્ટ અપ અને ઇનોવેટર્સ મીટ તા. 13 બપોરે 2 થી 6, 7: આફ્રિકામાં ખેતી અને ખેત ઓજારોની નિકાસ અંગે સેમિનાર તા. 14ના સવારે 10 થી 1, 8: વિદેશથી આવેલ મહેમાનોનો સત્કાર સમારંભ તા. 14ના બપોરે 3 થી 6, 9: બી ટુ બી મીટ તા. 15ના સવારે 10 થી સાંજે 6, 10: બ્યુરો ઓફ એનર્જી કન્સર્વેશન ઉપર સેમિનાર તથા મીની પ્રદર્શન જેમાં 32 જેટલી મલ્ટી નેશનલ કંપનીઓના પ્રતિનિધિઓ હાજર રહીને સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિઓને માર્ગદર્શન તા. 15ના સવારે 10 થી 6 આપશે. આ મેળાને સફળ બનાવવા ચેરમેન મહેશ નાગડિયા કમિટિ મેમ્બર્સ રાજુભાઇ ગોંડલીયા, મહેશભાઇ મહેતા, વૈશાલીબેન ઢાંકણ, મનમોહનસિંઘ નંદા, જીતુભાઇ વડગામા, ડો. રિદ્ધિ પટેલ, ધનલ ગોહેલ કાર્યરત છે.
વિદેશથી આવેલ પ્રતિનિધિમંડળ બે દિવસમાં રાજકોટના શક્તિમાન એગ્રો, રાધે એન્જિનિયરીંગ મોરબીના સીરામીક અને સેનેટરી વેરની વેન્ટો, વેગાસ, ફેમસ, રોર, સોફી વગેરે કંપનીઓની મુલાકાત લીધેલ અને આગામી દિવસોમાં અનેક એકમોની મુલાકાત લેશે.
ટોગોથી આવેલ ડેલિગેશન ખાસ ચામુંડા માતાજીના મંદિરે ચોટીલા દર્શન માટે ગયેલ. ગત વર્ષે પણ ટોગોથી આવેલ એનેનિમસ: સેનાએ માતાજીના દર્શન કરેલ અને સંપૂર્ણ શાકાહારી બનવાની પ્રતિજ્ઞા લીધેલ. લોકસભાનું સત્ર ચાલુ હોવાથી શ્રી સુરેશ પ્રભુ આવી નહિ શકે તેમ તેમના તરફથી વેપાર મેળાને શુભેચ્છા પાઠવેલ છે. તેમ પરાગ તેજુરાએ જણાવેલ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer