કાલાવાડ રોડ-યુનિ.રોડ ડોક્ટર એસો.દ્વારા સન્માન

રાજકોટના કાલાવડ રોડ-યુનિવર્સિટી રોડ ડોક્ટર એસોસિએશન દ્વારા તાજેતરમાં ઇમ્પીરીયલ હોટેલમાં વોકહાર્ટ હોસ્પિટલના ગેસ્ટ્રોલોજીસ્ટ ડો.પ્રફુલ કામાણી અલ્સરેટીવ કોલાઇટીસ ઉપર સી.એમ.ઇનું આયોજન કરવામાં આવેલ. આ સી.એમ.ઇ.માં ડો.કામાણીએ અલ્સરેટીવ કોલાઇટીસ ઉપર સવિસ્તાર સમજણ આપેલ અને તેની સારવાર અને મેનેજમેન્ટ ઉપર લેટેસ્ટ વિશેષ સમજણ આપેલ. આ સી.એમ.ઇ.માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ડો.વિજય દેસાણીનું કુલનાયક તરીકે નિમણૂક થયેલ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સૌપ્રથમવાર કુલનાયક તરીકે ડોક્ટરની નિમણૂંક થતાં તેમનું અભિવાદન સન્માન ડોક્ટર એસોસિએશનના પ્રમુખ ડો.એમ.વી.વેકરીયા ચીફ એડવાઇઝર, ડો.અમીત હપાણી અને સેક્રેટરી ડો.પ્રશાંત ગણાત્રા દ્વારા કરવામાં આવેલ. ડો.પ્રફુલ કામાણીએ અલ્સરેટીવ કોલાઇટીસ ઉપર લેટેસ્ટ ટ્રીટમેન્ટ અને મેનેજમેન્ટ ઉપર ઉપયોગી જાણકારી આપેલ તે બદલ તેમનું પણ શિલ્ડ આપી ડોક્ટર એસોસિએશનના પ્રમુખ ડો.એમ.વી.વેકરીયા, ડો.અમીત હપાણી અને ડો.પ્રશાંત ગણાત્રા દ્વારા સન્માન કરવામાં આવેલ છે.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer