પાણીની લાઈન રીપેર કરવા માટે જવાબ, ‘આ અમારામાં ન આવે’

માસ્તર સોસાયટીમાં અમૂલ્ય પાણીનો વેડફાટ થતો રહ્યોરાજકોટ, તા. 10: મહાપાલિકાના અધિકારીઓ દ્વારા પ્રજાલક્ષી કામગીરીની રજૂઆત કે ફરિયાદ સબબ ‘આ અમારામાં ન આવે’ તેવો ઉડાઉ જવાબ દેવામાં આવતો હોવાની હકિકત મ્યુનિસિપલ કમિશનરને ધ્યાને આવતા તેમણે આ મામલે રીતસરની દરમિયાનગીરી કરવી પડી હતી. આમ છતાં પાણીની લાઈન લીકેજની ફરિયાદ સંદર્ભે ફરી એક વખત ‘આ અમારામાં ન આવે’ તેવો જવાબ રજૂઆતીને આપવામાં આવ્યો હતો.

વોર્ડ નંબર 14માં માસ્તર સોસાયટી ખાતે શેરી નંબર 13-બમાં પમી ફેબ્રુઆરીએ પાણીની લાઈન લીકેજ થઈ હતી. આ શેરીમાં પાણી નદીની માફક વહી જતું હતું. તેની ફરિયાદ એક જાગૃત નાગરિકે કરી હતી. જો કે રીપેરિંગ નહીં થતા વોર્ડ ઓફિસે રૂબરૂ રજૂઆત કરવામાં આવતા ‘આ અમારામાં ન આવે’ તેવો ઉડાઉ જવાબ આપવામાં આવ્યો હતો. આ અંગે શહેર કોંગ્રસ પ્રવક્તા ગજેન્દ્રસિંહ ઝાલાએ સિટી ઈજનેરને લાઈન લીકેજ તાત્કાલિક બંધ કરવા રજૂઆત કરી હતી.

તેમણે રોષ પ્રગટ કર્યો હતો કે વધુ પાણી અપાતું હોય ત્યારે કોન્ટ્રાક્ટરો દંડાય છે તો મોંઘા મૂલનું પાણી વેડફાય છે ત્યારે બેદરકાર અધિકારીને પેનલ્ટી કરવી જોઈએ.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer