કેરળ: મંદિરમાં દલિતોને પ્રવેશબંધી !

કેરળ: મંદિરમાં દલિતોને પ્રવેશબંધી !
સબરીમાલામાં મહિલા પ્રવેશનો પક્ષ ખેંચતી ઈઙખ સરકાર દલિતોના મામલે ચૂપ !
કન્નુર, તા. 10 : સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશ પર ઘમાસાણ વચ્ચે હવે કેરળના જ એક સીપીએમ સચાલિત મંદિરમાં દલિતોના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે. સીપીએમની વિચારધારા અનુસરતા પ્રબંધકોએ દલિતોને વાર્ષિક ઉત્સવથી દૂર રાખ્યા છે.
અત્યારે અઝીકલ પંપાડી ઉત્સવ ચાલી રહ્યો છે અને આલિનકિઝીલ મંદિરમાં દલિતોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. આ ઉત્સવમાં પરંપરા મુજબ દેવીની તલવાર ઘેર લઇ જવાય છે. એવું મનાય છે કે તેનાથી તમામ તામસી તાકાતોનો સંહાર કરી શકાય છે. સ્થાનિક 400 દલિત પરિવારોને સામેલ થવાની ઇચ્છા હોવા છતાં ઉત્સવમાં જોડાવા પર રોક લગાવી દેવાઇ છે. કેરળ રાજ્ય પટ્ટિકા સમાજમે જણાવ્યું હતું કે, આ પ્રદેશમાં ભેદભાવનો આ કંઇ એક મામલો નથી. આવું તો રાજ્યના અન્ય ભાગોમાં પણ ઘણું થાય છે. વિડંબના તો એ છે કે કેરળમાં સીપીએમની સરકાર સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશના અધિકારનું સમર્થન કરે છે, પરંતુ દલિતોને મંદિરથી દૂર રખાયા છે.
મંદિરના સેક્રેટરી પી.પી. ગંગાધરને કહ્યું હતું કે, આ જાતિના આધારે ભેદભાવનો મામલો નથી. સૌએ સમજવું જોઇએ, મંદિરની દાયકાઓથી ચાલી આવતી પરંપરા રાતોરાત બદલી ન શકે.
------------
UPSCમાં ફેઇલ થાવ તોયે નોકરી !
કેન્દ્રીય જાહેર સેવા આયોગ દ્વારા સરકારને અન્ય નોકરી આપવા ભલામણ
નવી દિલ્હી, તા. 10 : યુપીએસસીની પરીક્ષા સૌથી કઠિન કસોટીઓમાંની એક ગણાય છે. રાત-દિવસની મહેનત બાદ છાત્રો પહેલા બે કોઠા પાર કરી જાય છે, પણ ઇન્ટરવ્યૂની અગ્નિપરીક્ષામાંથી બે તૃતીયાંશ ઉમેદવારો પસાર થઇ શકતા નથી પરંતુ હવેથી ઇન્ટરવ્યૂમાં ફેલ થનાર ઉમેદવારોને બીજી સરકારી નોકરી અપાશે. યુપીએસસી દ્વારા નવા નિયમ લાવવાની યોજના હાથ ધરાઇ રહી છે, જેમાં કેન્દ્રીય મંત્રાલયો, એજન્સીઓને ઇન્ટરવ્યૂમાં સફળ નહીં થતા ઉમેદવારોની ભરતી કરવાની ભલામણ કરાઇ છે. એવા છાત્રો પણ મોટી સંખ્યામાં છે જે વાઇવાનાં ચરણ સુધી પહોંચી તો જાય છે પરંતુ રેન્ક લાવવામાં સફળ થતા નથી. આવા ઉમેદવારો કઠિન કસોટીની પ્રક્રિયામાંથી પસાર થઇ ચૂક્યા છે અને અંતિમ ચરણ સુધી પહોંચી શક્યા હોય છે, એ ધ્યાને લેતાં તેવા ઉમેદવારોને સરકાર અન્ય નોકરીઓ માટે અગ્રતા આપે તેવી ભલામણ કરાઇ છે. કેગ રાજીવ મહર્ષિ રાફેલ સોદાનાં ઓડિટમાંથી હટે: કોંગ્રેસની માગ
ક્ષ     કરાર વખતે મહર્ષિ નાણાસચિવ હોવાનાં નાતે હિતનાં ટકરાવનો મુદ્દો ઉઠતો હોવાની કોંગ્રેસની રાવ
નવીદિલ્હી,તા.10: રાફેલ સોદા મુદ્દે ભાજપ સામે આક્રમણકારી બનેલા કોંગ્રેસે આજે વધુ એક મુદ્દો છેડીને નવી માગણી રાખી છે. હિતોનાં ટકરાવનો આરોપ મૂકીને કોંગ્રેસે નિયંત્રક અને મહાલેખા પરીક્ષક (કેગ) રાજીવ મહર્ષિને રાફેલ વિમાન ખરીદીનાં કરારની ઓડિટ પ્રક્રિયામાંથી હટી જવા કહ્યું છે. કોંગ્રેસનાં નેતા કપિલ સિબલે કહ્યું હતું કે તત્કાલીન નાણા સચિવ તરીકે રાજીવ મહર્ષિ રાફેલ સોદાની વાટાઘાટનો હિસ્સો હતાં અને માટે તેમણે આ સોદાનાં ઓડિટમાંથી હટી જવું જોઈએ.
કોંગ્રેસનાં કહેવા અનુસાર મહર્ષિ દ્વારા સંસદમાં રાફેલનો રિપોર્ટ રજૂ કરવો અયોગ્ય ઠરશે. ઉલ્લેખનીય છે કે આવતીકાલે સંસદમાં વિવાદિત રાફેલ સોદાનો કેગ રિપોર્ટ રજૂ કરવામાં આવે તેવી સંભાવના છે.
કોંગ્રેસે આજે એક નિવેદન જારી કરીને આરોપ લગાવ્યો છે કે મોદી સરકારે 36 રાફેલ વિમાનોની ખરીદીમાં રાષ્ટ્રહિત અને સુરક્ષા સાથે બાંધછોડી કરી નાખી છે. કેગનું સંવિધાનિક અને વૈધાનિક કર્તવ્ય છે કે તે રાફેલ સહિતનાં તમામ સંરક્ષણ કરારોનું ઓડિટ કરે.
હિતનાં ઘર્ષણને ધ્યાને રાખીને રાજીવ મહર્ષિ દ્વારા રાફેલનું ઓડિટ થાય તે અયોગ્ય છે. નૈતિક અને કાનૂની રાહે તેઓ ઓડિટ કરવાં કે સંસદ સમક્ષ રિપોર્ટ આપવા યોગ્ય રહેતા નથી. જેથી તેઓ પોતે જ આ ઓડિટમાંથી અલગ થવાની જાહેરાત કરે અને જાહેર સ્વીકાર કરે કે આ સોદાનું ઓડિટ શરૂ કરીને તેમણે હળાહળ ગેરવાજબી કામ કર્યુ છે.
કોંગ્રેસનાં નેતા કપિલ સિબલે કહ્યું હતું કે સોમવારે તેઓ સંસદમાં અહેવાલ રજૂ કરે તેવી શક્યતા છે. તેઓ 24 ઓક્ટોબર 2014થી 30 ઓગસ્ટ 201પ સુધી નાણા સચિવ હતાં.
આ દરમિયાન જ વડાપ્રધાને પેરિસમાં આ સોદાનાં કરારની ઘોષણા કરી હતી. નાણા સચિવની આવા સોદામાં મહત્વની ભૂમિકા હોય છે. તત્કાલીન નાણા સચિવ હવે કેગનાં પદ ઉપર છે. આ સ્થિતિમાં તેઓ પોતાની જ સામે તપાસ કરી કેવી રીતે શકે?

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer