વિંછીયાના ભોયરા ગામે મકાનોમાં તસ્કરો ત્રાટક્યા

રૂા.39 હજારની મતા ચોરાઇ : ત્રણેય મકાનો 7 દિવસથી રેઢા પડયા’તા
રાજકોટ, તા.10: મુળ ગોંડલ તાલુકાના રાણસિકી ગામના અને હાલ વિંછીયાના ભોંયરા ગામે રહેતાં 3 ભરવાડ પરીવારજનોના 7 દિવસ રેઢાં પડેલાં મકાનોમાં તસ્કરોએ ત્રાટકી રૂ.39200ની મત્તા ઉસેડી ગયાની વિંછીયા પોલીસમાં ફરીયાદ નોંધાવાઈ છે.
પોલીસ ફરીયાદમાં જણાવ્યું છેકે, લાખાભાઈ સીંધાભાઈ ભરવાડ પોતાના મકાનને તાળા મારી તા.2થી 8મી ફેબ્રુઆરી સુધી માલઢોર સાથે વાડે જતાં રહયાં હતાં. ત્યારે આ સમયનો લાભ જોઈને તસ્કરોએ તેમના મકાનના દરવાજા તોડી રોકડ રૂ.4200 મળી રૂ.15 હજારની મત્તા ચોરી ગયા છે.
લાખાભાઈના કાકાના દિકરા લાખાભાઈ હિંદુભાઈ બાંભવાના મકાનમાં પ્રવેશેલા તસ્કરો રૂ.12 હજારના સોના ચાંદીના દાગીના ઉઠાવી ગયા છે. જયારે સુરેશભાઈ અરજણભાઈ બાંભવાના મકાનમાંથી તસ્કરો રૂ.8 હજારના દાગીના ચોરી ગયા છે. ત્રણેય મકાનોમાં કુલ રૂ.39200 ની ચોરીની ફરીયાદ નોંધી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer